જૂનાગઢ સાયબર પોલીસે મહિલા ચીટર અને સાગરીતને ઝડપી પાડયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢમાં એક દંપતિને મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી તમારા આધારકાર્ડ મારફતે મોકલાવેલ પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને માનસિક ત્રાસ આપી 14.18 લાખ રૂપિયા ખંખેરી લેનાર વડોદરાની બેલડી ઝડપાઇ છે. જૂનાગઢમાં મીરાનગરમાં રહેતા અમિતાબ અનાથ માપદાર (ઉ.વ.42)ને કોઇ અજાણ્યા શખ્સે ફોન કરીને પોતે મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારી બોલે છે, અને તમારા આધારકાર્ડ મારફતે મુંબઇથી તાઇવાન ગયેલા એક પાર્સલમાં ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ છે કહીને દંપતીને 90 દિવસની જેલ થશે. તેમ કહીને કેમેરા સામે ઓનલાઇન વિડીયો ચાલુ રાખીને 14.18 લાખ પડાવી લીધા હતા.
જે અન્વયે જૂનાગઢ પોલીસે તપાસ કરીને આ કેસમાં વડોદરાના ફૈયાઝ અસગર રાજકોટવાલા (ઉ.વ.39) અને રચના વિહંગ ગાંધી (ઉ.વ.43)ને ઝડપી લઇને ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પુછતાછ શરૂ કરી છે.