જાસુદ: જાસુદનું ફૂલ એક આયુર્વેદિક ઘટક માનવામાં આવે છે. તે વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એમિનો એસિડ હોય છે, જે તમારા વાળમાં કેરાટિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે તમારા વાળને પોષક તત્વોને પણ પૂરા પડવાનું કામ કરે છે. તે વાળની વૃદ્ધિ, હાઇડ્રેટ્સ અને ડેન્ડ્રફ સામે લડવામાં ખુબ જ મદદરૂપ છે. હિબિસ્કસને પેસ્ટ બનાવીને વાળમાં તેલ અથવા માસ્ક બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…
- Advertisement -
https://chat.whatsapp.com/KIBi0LlhhGlLddmqgL0PA2
આમળા: આયુર્વેદમાં આમળાનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આમલા ઘણા બધા સ્વાસ્થ્ય સંબધિત લાભો પણ પ્રદાન કરે છે તે આવશ્યક વિટામિન્સ અને એન્ટીઓંકિસડન્ટોની હાજરીને કારણે વાળના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી રહેલા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે તેવું માનવામાં આવે છે. તે ક્ષતિગ્રસ્ત વાળના સ્વાસ્થ્યને સુધારવામાં, વાળ ખરતા અટકાવવા અને ખોડાને દૂર કરવામાં પણ ખુબ જ પ્રોત્સાહન આપે છે.
- Advertisement -
મેથી: મેથી એક આયુર્વેદિક ઘટક છે. તે ખરતા વાળને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે માથામાં થયેલ ખોડો ઘટાડવામાં અને ખોપરી ઉપરની ચામડીને મોઇસ્ચરાઇજ કરવામાં મદદ કરે છે. તે આયર્ન, પ્રોટીન, ફોલિક એસિડ અને વિટામિન એ, કે અને સી જેવા સમૃદ્ધ સ્ત્રોતથી ભરપુર હોય છે. જેને તમે મેથીને પીસીને પેસ્ટમાં વાપરી શકો છો, ત્યાર પછી તેનો ઉપયોગ તમે વાળના માસ્ક અથવા ક્લીન્ઝર તૈયાર કરવા માટે તેને તમે તેમાં શામિલ કરી શકો છો.