દરેક નવા મહિનાની શરૂઆત સાથે જ અમુક પરિવર્તન પણ થાય છે. ઓગસ્ટમાં પણ અમુક આવા જ પરિવર્તન થવાના છે, જેની આપણા ખિસ્સા અને માસિક બજેટ પર સીધી અસર પડશે. જુલાઈનો મહિનો પૂરો થવાનો છે. ચાર દિવસ બાદ ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. 1 ઓગસ્ટથી રૂપિયા સંબંધિત કેટલાક નિયમોમાં પરિવર્તન થવાનું છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે.
- Advertisement -
LPGના નિયમ બદલાઈ શકે છે
સરકાર તરફથી દર મહિનાની શરૂઆતમાં LPGના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારી ઓયલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે-સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ પરિવર્તન કરી શકે છે. આ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલપીજીની કિંમતમાં પરિવર્તન કરે છે. આ સિવાય પાઈપ્સ નેચરલ ગેસ (PNG) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ની કિંમતમાં પણ પરિવર્તન થઈ શકે છે.
- Advertisement -
ઓગસ્ટમાં 14 દિવસ બેન્ક બંધ રહેશે
આગામી મહિને ઘણા તહેવાર આવી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં બેન્કોમાં રજાઓ ખૂબ જ છે. રક્ષાબંધન, મોહરમ અને ઘણા અન્ય તહેવારોના કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક કુલ 14 દિવસ બંધ રહેશે. સાથે જ શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. તમે રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ પર જઈને બેન્ક રજાઓની યાદીને ચેક કરી શકે છે.
ITR માટે દંડ ભરવો પડશે
નાણાકીય વર્ષ 2022-23 માટે ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે. આ અંતિમ તારીખ તે ટેક્સપેયર્સ માટે છે જેમણે પોતાના એકાઉન્ટને ઓડિટ કરાવ્યુ નથી. જો તમે આ તારીખ સુધી આઈટીઆર ફાઈલ નહીં કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. ટેક્સપેયર્સે મોડેથી આઈટીઆર ફાઈલ કરવા પર 1,000 રૂપિયા અને 5,000 રૂપિયાનો દંડ આપવો પડી શકે છે.