આતંકી સંગઠન હમાસના હુમલા પછી ઇઝરાયલે અધિકારીક રીતે યુદ્ધની જાહેરાત કરી દીધી છએ. 7 ઓક્ટોમ્બરના હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલ પર તાબડતોડ હુમલા પછી ઇઝરાયલની સેના અને આતંકીઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલુ છે. આ વચ્ચે દુનિયાભરના ડઝનેક દેશોએ ઇઝરાયલના સમર્થનમાં એકજુટ થયા છે. ત્યારે, કેટલાય દેશો ફિલિસ્તિનના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે.
બંન્ને દેશોની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 1300થી વધારે લોકોની મોત થઇ ગઇ છે. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 900 ઇઝરાયલી નાગરિકોની મૃત્યુ થઇ છે, જયારે ઇઝરાયલના હુમલામાં 680 લોકોની મોત થઇ છે. યુદ્ધની વચ્ચે વિદેશ મંત્રાલયએ દાવો કર્યો છે કે લગભગ 84 દેશોએ ઇઝરાયલના સમર્થન કરતા હમાસના આક્રમણની નિંદા કરી છે. આ સિવાય ઇરાન સહિતના મધ્ય પૂર્વી દેશો હમાસની પાછળથી મદદના પ્રયત્ન કરી રહ્યા છે.
- Advertisement -
અમેરિકાએ ઇઝરાયલનું સમર્થન કર્યુ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલનું સમર્થન કર્યુ છે. ઇઝરાયલની મદદ કરવા માટે અમેરિકાએ મોટા જહાજો અને લડાકૂ વિમાનો ઇઝરાયલ પહોંચાડી દીધા છે. રાષટ્રપતિ બાઇડને ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી છે. તેમની સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇઝરાયલનું સમર્થન કરવાની વાત કરી છે.
This morning, I spoke with @IsraeliPM to express my full support for the people of Israel in the face of an unprecedented and appalling assault by Hamas terrorists.
We will remain in close contact over the coming days.
- Advertisement -
The U.S. will continue to stand with the people of Israel.
— President Biden (@POTUS) October 8, 2023
જર્મની, ફ્રાંસ અને ઇટલીનું સંયુક્ત નિવેદન
અમેરિકા, જર્મની, ફ્રાંસ અને ઇટલીએ ઇઝરાયલના સમર્થનમાં એક સંયુક્ત નિવેદન જાહેર કર્યુ છે. જેમાં તેમણે આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને તેમના નિવેદનમાં કહ્યું કે, અમારા દેશો આ પ્રકારના અત્યાચારોની સામે પોતાની અને પોતાના લોકોની રક્ષા કરવાના પ્રયત્નોમાં ઇઝરાયલનું સમર્થન કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઇઝરાયલની રક્ષા માટે અમે એકજૂટ રહીશું. જયારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ હમાસ માટે કોઇ પણ પ્રકારની લાગણી નહીં રાખવા માટે જણાવ્યું. અમે બધા ફિલિસ્તીની લોકની ગેરકાનુની ઇચ્છઓને જાણીએ છીએ અને ઇઝરાયલ અને ફિલિસ્તાનિયો માટે ન્યાય અને સવતંત્રતાના સમાન ઉપાયોનું સમર્થન કરીએ છીએ. હમાસના ફિલિસ્તીનીઓની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ નથી કરતા. હમાસ ફિલિસ્તીની લોકો માટે રક્તપાત અને આતંક સિવાય કંઇ પણ કરી શકતા નથી.
હમાસના હુમલાવરો ઉગ્રવાદી નહીં પરંતુ આતંકવાદી છે- બ્રિટેન પીએમ સુનક
અમેરિકા સિવાય બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ ઇઝરાયલના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે બૈંજામિન નેતન્યાહીના સાથે વાત કરતાં કહ્યું કે, બ્રિટેન સ્પષ્ટ રૂપથી ઇઝરાયલની સાથે ઉભા છે. વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, હમાસના હુમલાવર ઉગ્રવાદી નથી પરંતુ આતંકવાદી છે. અમે ઇઝરાયલની સાથે ઉભા છીએ.
અમે ઇઝરાયલની સાથે ઉભા છીએ- ફ્રાંસએ કહ્યું
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંએ પણ ઇઝરાયલનું સમર્થન કરતા એક અધિકૃત નિવેદન જાહેર કર્યુ છે. મૈક્રોંએ કહ્યું કે, અમે ઇઝરાયલની સાથે ઉભા છીએ. ઇઝરાયલના લોકોની સાથે ફ્રાંસ અને જર્મની ઉભા છે. ઇઝરાયલના વડાપ્રધાને ઇઝરાયલની સેનાને પૂરી ગાઝા પટ્ટી પર કબ્જો કરવાનો આદેશ આપ્યો છે. જેના માટે ઇઝરાયલને ગાઝા બોર્ડર પર લગભગ 30 લાખ સૈનિકો મોકલ્યા છે.
France, Germany, Italy, United Kingdom, and the United States — We express our steadfast and united support to the State of Israel, and our unequivocal condemnation of Hamas and its appalling acts of terrorism.
Here is our joint statement.…
— Emmanuel Macron (@EmmanuelMacron) October 9, 2023
યુદ્ધ અમે નથી શરૂ કર્યુ, પણ પૂર્ણ અમે કરીશું
હમાસને કડક પગલાં લેવાની ચેતવણી આપતા ઇઝરાયલના વડાપ્રધાન બૈંજામિન નેતન્યાહીએ કહ્યું કે, ઇઝરાયલે આ યુદ્ધ શરૂ નથી કર્યુ, પરંતુ પૂર્ણ અમે કરીશું. નેતન્યાહીની ચેતવણી પછી હમાસે કહ્યું કે, તેઓ વગર કોઇ ચેતવણીએ ઇઝરાયલના દરેક ઘર પર બોમ્બારી કરશે.
આ વચ્ચે, સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્ય એજન્સી(યૂએનઆરડબ્લ્યૂએ)એ સોમવારના નિવેદનમાં કહ્યું કે, તેમના આશ્રયસ્થાનોમાં 1,37,000થી વધારે લોકો વસવાટ કરી રહ્યા છે. જયારે, ફિલિસ્તીની રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે સંયુક્ત રાષ્ટ્રથી ઇઝરાયલના હુમલાની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.