- સ્પાઈસ જેટના મુસાફરો માટે આનંદના સમાચાર
- કંપની ભાડાને લઈને આપશે ખાસ સુવિધા
- ટિકિટ ભાડાને 12 મહિનાની ઈએમઆઈમાં કરી શકાશે કન્વર્ટ
જો તમે હવાઈ મુસાફરીના શોખીન છો તો તમારા માટે સ્પાઈસ જેટ એક સારા સમાચાર લઈને આવ્યું છે.
કંપની ગ્રાહકોને ટિકિટ ભાડાને લઈને 12 મહિનાની ઈએમઆઈમાં કન્વર્ટ કરવાની સુવિધા આપશે.
- Advertisement -
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…
WHATSAPP – https://chat.whatsapp.com/DmKl4SH2Xmd2gWl1NLEzor
શું કહે છે કંપની
- Advertisement -
કંપનીએ કહ્યું કે આ પહેલથી યાત્રીઓને આર્થિક રીતે મદદ મળશે. શરૂઆતમાં ગ્રાહકોને કોઈ પણ વ્યાજ વિના 3 મહિનાની ઈએમઆઈના વિકલ્પથી લાભ મળશે. આ સ્કીમને કંપનીએ વોલનટ 369 નામ આપ્યું છે. પેમેન્ટનો વિકલ્પ સ્પાઈસ જેટની સાઈટ અને તેની મોબાઈલ ફોન સાઈટ પર અન્ય પેમેન્ટ ઓપ્શનમાં મળશે. ગ્રાહકો ટિકિટ બુક કરતી સમયે તેને એડ ઓન કરી શકે છે.
12 મહિનાની EMI કરી શકાય છે પસંદ
કંપની સ્પાઈસ જેટે કહ્યું છે કે યાત્રી ઓનલાઈન ટિકિટને 3,6,9 અને 12 મહિનાની ઈએમઆઈના આધારે પણ બુક કરી શકે છે. કંપનીના ચીફ અધિકારીએ કહ્યું કે આ સ્કીમ ગ્રાહકોની સુવિધા માટે લોન્ચ કરાઈ છે.

આ ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે
EMIની સ્કીમનો લાભ લેવા માટે ગ્રાહકોએ પાન નંબર, આધાર નંબર અને વીઆઈડી જેવા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે. ગ્રાહકોએ પોતાના યૂપીઆઈથી પહેલા ઈએમઆઈનું પેમેન્ટ કરવાનું રહેશે અને સાથે ઈએમઆઈ તેની યૂપીઆઈથી કાપી લેવામાં આવશે. સ્પાઈસજેટે યોજનાનો લાભ લેવા માટે યાત્રીઓએ કોઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની ડિટેલ્સ પણ આપવાની રહેશે નહીં. જો ગ્રાહક ઈચ્છે તો સમયથી પહેલા પેમેન્ટ કરી શકે છે અને તેના માટે તેને કોઈ ચાર્જ લાગશે નહીં.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
FACEBOOK – https://www.facebook.com/KHAASKHABARRAJKOT/



