આજે સવારે ત્રણ અપક્ષ ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા, ભાજપમાંથી ટિકિટ નહીં મળતા ત્રણેય ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડયા હતા
આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. તેવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ત્રણ અપક્ષ ધારાસભ્ય કેસરીયો કરશે.
- Advertisement -
3 અપક્ષ ધારાસભ્ય પહોચ્યા રાજભવન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડ્યા બાદ જીતેલા ત્રણ અપક્ષ ઉમેદવારો આજે સવારે અચાનક રાજભવન પહોંચ્યા છે. મહત્વનું છે કે, ત્રણેય અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માવજી દેસાઈ ગાંધીનગર પહોચ્યા છે. આ ધારાસભ્યોમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા છે. જેથી હવે ગમે તે ઘડીએ ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે.
આ તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 સીટો મળવા પામી છે તો બીજી તરફ આપના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ Vtv સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બધી વાતોને અફવા ગણાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું. તેમજ કોઈ ભાજપના નેતા સાથે હું સંપર્કમાં નથી અને હું ભાજપમાં જોડાવાનો નથી.