હાલની બાંગ્લાદેશ સીરિઝ સાથે ભારતીય ટીમ મિશન ODI વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ કરવા જઈ રહી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની પહેલી મેચ આવતીકાલે એટલે કે રવિવાર 4 ડિસેમ્બરે ઢાકામાં રમાશે. જણાવી દઈએ કે આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ વાપસી કરી રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓને હાલમાં જ ન્યુઝીલેન્ડ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો અને હાલની બાંગ્લાદેશ સીરિઝ સાથે ભારતીય ટીમ મિશન ODI વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ કરવા જઈ રહી છે. જો કે ભારત માટે આ સીરિઝમાં ઘણા એવા ખેલાડીઓ છે જેઓ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી શકે છે.
- Advertisement -
આ ખેલાડીઓને મળી શકે છે તક
બાંગ્લાદેશ સામેની સીરિઝમાં રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર અને કુલદીપ સેન જેવા ખેલાડીઓ ભારત માટે ડેબ્યૂ કરી શકે છે. ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ માટે ફ્રેશ સ્ટાર્ટ કરવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા આ ખેલાડીઓને નવી ટીમમાં તક આપી શકે છે. જણાવી દઈએ કે ભારત માટે પસંદ થયેલા આ ખેલાડીઓએ IPLમાં તેનું શાનદાર પ્રદર્શન બતાવી ચૂક્યા છે. રાહુલ ત્રિપાઠીની વાત કરીએ તો તે ઘણી સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યા છે પણ હાલ સુધી તેને ભારત માટે ડેબ્યૂ કરવાની તક મળી નથી. આવી સ્થિતિમાં તે આ સીરિઝમાં તેઓ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શકે છે. જો કે રાહુલ ત્રિપાઠીની આઈપીએલ કારકિર્દી પર એકવાર નજર કરીએ તો એમને 76 મેચોમાં 140.80ની સ્ટ્રાઈક રેટ અને 28.09ની એવરેજથી 1798 રન બનાવ્યા છે.
આ સિરીઝનું બીજું સૌથી મોટું નામ રજત પાટીદાર છે, જણાવી દઈએ કે IPL 2022 દરમિયાન રજત પાટીદારનું નામ લાઈમ લાઈટમાં આવ્યું હતું અને એમને વર્ષ 2021માં આરસીબી માટે ડેબ્યૂ કર્યું હતું પણ તે વર્ષે રજત પાટીદાર સિલેક્ટરને પ્રભાવિત કરી શક્યો ન હતો પણ વર્ષ 2022માં RCB માટે રજત પાટીદારે સારું પ્રદર્શન કર્યું છે. એ સિઝનની 8 મેચમાં 40.40ની એવરેજ અને 144.29ની સ્ટ્રાઈક રેટથી 333 રન બનાવ્યા હતા એનએ તેમાં એક શાનદાર સદી પણ ફટકારી હતી.
આ લિસ્ટમાં ત્રીજું નામ કુલદીપ સેનનું છે જેણે રાજસ્થાન માટે ફાસ્ટ બોલર તરીકે વર્ષ 2022માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. જણાવી દઈએ કે IPLની 7 મેચમાં 8 વિકેટ સાથે આ સિઝન તેના માટે ખૂબ જ ખાસ હતી. જો કે આ સિરીઝમાં તેનું ડેબ્યુ કરવું મુશ્કેલ લાગી રહ્યું છે પણ આ સીરિઝ દરમિયાન ખેલાડીના સ્થાને ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.