થર્ટી ફર્સ્ટનું વેકેશન હોવાથી પ્રવાસીઓનો ઘસારો: પ્યાસીઓ બિયર બારમાં અને વાઇન શોપમાં કતારોમાં જોવા મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.1
કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ પ્રવાસીઓ માટેનું હબ બન્યું છે. નાતાલથી 31 ડિસે.સુધી મીની વેકેશન હોવાથી કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં 2024ને બાય બાય અને 2025ના નવા વર્ષને વેલકમ કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. જેથી દારૂૂની દુકાનો પર પણ મોટી કતારો જોવા મળી હતી. 31 ડિસેમ્બરને લઇ દિવમાં આવેલા ચર્ચ, કિલ્લો, નાગવા બીચ, ઘોઘલા બીચ, ઈંગજ ખુકરી સહિતના સ્થળો પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી દીવ આવતા દારૂૂના રસિયાઓ બિયર બારમાં અને વાઇન શોપ ઉપર લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. આ લાઈનોમાં સ્થાનિક પુરુષો તેમજ પ્રવાસીઓ દારુ લેવા માટે ઉભેલા નજરે પડ્યા હતા.



