STબસના રૂટ બંધ થતાં પારાવાર મુશ્કેલી સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
કોડીનાર તાલુકાના જાગૃત આગેવાનો દ્વારા હાલ કોડીનાર ડેપોની કોડીનાર-ભાવનગર ( વહેલી સવારે છ વાગ્યે ) કોડીનાર-અમરેલી (બપોરે સાડા બાર ) ની અને વેરાવળ ડેપોની વેરાવળ-અમરેલી ( વહેલી સવારે ) ની જે બસો છેલ્લા બે વર્ષથી બંધ છે તેને ફરીથી શરૂ કરવા તથા કોડીનાર ડેપોની કોડીનાર-અમરેલી ( સાંજના ચાર વાગ્યે ) ની બસ સેવા કે જેને કોડીનાર એસટી સતાવાળાઓએ વાયા ઊના કરી નાખેલ છે તેને ફરીથી જુના રૂટ વાયા છાછર ઘાંટવડ જામવાળા દલખાણીયા રૂટ ની બસ ફરી શરૂ કરવા માટે માગણી કરી છે હાલ કોડીનાર ડેપોની સવારે સવા આઠ વાગ્યાની કોડીનાર-અમરેલી બસ સેવા ફરીથી શરૂ કરતાં લોકોમાં આનંદ વ્યાપી ગયો છે આ બસ સેવાથી લોકોના સમય અને પૈસા બંનેનો બચાવ થાય છે તંત્ર આ બાબતે સત્વરે યોગ્ય કરશે તેવી અપેક્ષા જનતા રાખી રહી છે
હાલ સરકાર દ્વારા નવી બસો પણ ફાળવાઇ છે છતાં જૂના રૂટ માં ચાલતી એસટી બસ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી જેના લીધે વિદ્યાર્થીઓ તેમજ લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠિ જેથી ઉપર દર્શાવેલ મુજબ ની બસ ફરી શરૂ કરવા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.