સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ તમામ સાંસદોને સદનની ગરિમા જાળવી રાખવા અને સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે.
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ તમામ સાંસદોને સદનની ગરિમા જાળવી રાખવા અને સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, સદનનું આ સત્ર ખૂબ જ મહત્વનું છે. તેમણે કહ્યું કે, અમે સદનને સંવાદનું એક સક્ષમ માધ્યમ માનીએ છીએ, તીર્થક્ષેત્ર માનીએ છીએ, જ્યાં ખુલ્લા મને સંવાદ થવો જોઈએ. જરૂર પડી તો વાદ વિવાદ થાય, ટિકા થાય, યોગ્ય વિશ્લેષણના આધાર પર ચર્ચા થાય, જેથી નીતિઓમાં સકારાત્મક યોગદાન થઈ શકે.
- Advertisement -
પીએમ મોદીએ કહ્યું કે, આ સમય ખૂબ જ મહત્વનો છે. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે. 15 ઓગસ્ટ આવી રહી છે. દેશ માટે આવનારા 25 વર્ષ અતિ મહત્વના છે. જ્યારે આપણે સ્વતંત્રતાના 100 વર્ષ મનાવીશું, ત્યારે આ સમયે નવી ઊંચાઈઓ નક્કી કરવાનો સંકલ્પનો સમય હશે. આપણા દેશની 25 વર્ષની યાત્રા કેવી રહેશે, કેટલી ઊંચાઈ આપણે પ્રાપ્ત કરીશું, તેવી રીતે ચાલશે, આ સંકલ્પ લેવાનો સમય છે.
PM Modi urges lawmakers to hold "discussions with open mind for productive session"
Read @ANI Story | https://t.co/KCOzMsGp5h#PMModi #MonsoonSession #Parliament pic.twitter.com/wO0EdmP6u1
— ANI Digital (@ani_digital) July 18, 2022
- Advertisement -
સંસદમાં ખુલ્લા મનથી સંવાદ થવો જોઈએ- પીએમ મોદી
પીએમ મોદીએ સંસદ ભવનમાં પહોંચીને કહ્યું કે, દેશની નવી ઊર્જાનું માધ્યમ સાંસદ બને, સૌના પ્રયાસથી લોકતંત્ર ચાલે છે. તેમણે કહ્યું કે, આ ચોમાસુ સત્ર એટલા માટે પણ ખાસ છે કે કારણે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ રહી છે. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, બહાર તો બહુ ગરમી છે, પણ ખબર નહીં અંદર શું થશે ?
આ સમયે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પણ છે
પીએમ મોદીએ કહ્યું કે, આ સત્ર ખૂબ જ મહત્વનું છે અને તે એટલા માટે મહત્વનું છે કે, કારણ કે, હાલમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ યોજાઈ રહી છે. આજે મતદાન થઈ રહ્યું છે અને આ કાળખંડમાં દેશના નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ મળશે.