ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરાયેલી થારને જમીન ગળી ગઈ કે આકાશ ખાઈ ગયું?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં ડુપ્લિકેટ ચાવી વડે ચોરાયેલી થાર કારનો એક મહિનો વીતી જવા છતાં હજુ સુધી કોઈ અતોપતો લાગ્યો નથી. Gj 012 FB 9003 નંબરની થાર કાર ચોરાઈ ત્યારથી પોલીસ તપાસ ચાલું છે છતાં અત્યાર સુધી થાર ચોરનાર ઝડપાયા નથી ત્યારે ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરાયેલી થારને જમીન ગળી ગઈ કે આકાશ ખાઈ ગયું? એ સવાલ ઉભો થયો છે. ચોરોએ ગાડી ગાયબ કર્યા બાદ નિર્ભયતાથી ડેમ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપે ડીઝલ પણ ભરાવ્યું હતું. CCTV ફૂટેજ હોવા છતાં હજુ સુધી ચોરોની ઓળખ કરી શકાય નથી. એક મહિનો વીતી જવા છતાં થાર ચોરીની ઘટનામાં કોઈ વિશેષ જાણકારી ન મળતા કાર માલિકની ઊંઘ હરામ થઈ ગઈ છે.



