ભારતીય શ્રમ ક્ષેત્રના એક સર્વમાન્ય નેતા હસુભાઇ દવેનો કાલે જન્મદિવસ
હસુભાઇએ 5 વખત આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા ખાતે મજદૂર સંઘનું પ્રતિનિધિત્વ કયુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જે લોકો સમાજના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરે છે તેઓ સાચા સંત છે. આદરણીય હસુભાઇ દવે જાહેર જીવનમાં આવા જ એક સંત છે. 19, જુલાઇ 1939ના રોજ હસુભાઇનો જન્મ પિતા ગૌરીશંકર દવે અને માતા જયાબેન દવેને ત્યાં થયો. તેમને સાત ભાઇઓ અને ત્રણ બહેનો છે. તેમના પિતા સ્ટેશન માસ્તર હતા, અને નિયમિત સમયાંતરે તેમની બદલીઓને કારણે, તેમણે ઘણી શાળાઓમાં ભણી પોતાનો અભ્યાસ પુર્ણ કર્યો. બી.એ. અને બી.કોમ. પુર્ણ કર્યા પછી, તેમણે કાયદાનો અભ્યાસ કર્યો અને એલએલબી કર્યું. હસુભાઇ દવે 19પ1માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા, ત્યારબાદ 1967માં તેઓ લક્ષમણરાવ ઇનામદાર ઉર્ફે વકીલ સાહેબની પ્રેરણાથી ભારતીય મજદૂર સંઘમાં સક્રિય થયા. તે જ સમયે, પ્રચારક તરીકે જોડાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમણે સંગઠન માટે સતત કામ કર્યું. હસુભાઈ ભારતીય શ્રમ ક્ષેત્રના એક સર્વમાન્ય નેતા છે. ભારતીય મજદૂર સંઘ અને તેના સંબંધિત સંગઠનોના વિસ્તારથી લઇને શ્રમ ક્ષેત્રે ઉપસ્થિત વૈચારિક મતભેદોને શ્રમિક હિતમાં રૂપાંતરિત કરવામાં તેમણે સેતૂ રૂપ કાર્ય કર્યું છે. તેઓ 1994-ર00ર સુધી ભારતીય મજદૂર સંઘના મહામંત્રી રહ્યાં. ત્યારબાદ ર00ર-ર00પ સુધી સંગઠનના અધ્યક્ષની જવાબદારી નિભાવી. 1967માં દિલ્લી અધિવેશનમાં તેમની શ્રધ્ધેય દતોપંતજી સાથે પહેલી મુલાકાત થઇ. ત્યારપછી જયારે 1990માં તેઓને સ્ટીયરીંગ કમીટીમાં સ્થાન આપવામાં આવ્યું ત્યારે દતોપંતજી સાથે નજીકથી કામ કરવાનો અવસર મળ્યો. હસુભાઇ દવેને રામનરેશજી ઊર્ફે બડેભૈયાએ 1986માં ભારતીય મજદૂર સંઘની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં સ્થાન આપ્યું. સંગઠનમાં તેમણે 199ર-1994 સુધી નાણાસચિવની જવાબદારી પણ નિભાવી. હસુભાઇ દવેના મહામંત્રીના સમયમાં માનનીય ઠેંગડીજીની સંકલ્પનાથી જીલ્લા સ્તર પર કમિટિની રચના કરવાના કાર્યને નકકર આકાર આપ્યો. એવું કહેવાય છે કે 16 એપ્રિલ ર001ના રોજ દિલ્હીમાં થયેલ ઐતિહાસિક વિરોધ પ્રદર્શન તેમની અદભૂત સંગઠનાત્મક કુશળતાનું સારું ઉદાહરણ છે. તેમના કાર્યકાળ દરમ્યાન ભારતીય શ્રમ પરિષદનું નિયમિત આયોજન શ્રમ જગત માટે એક મોટી સિધ્ધી છે તેમજ તેઓએ દ્વિતિય શ્રમ આયોગના સભ્ય તરીકે કાર્ય કર્યુ છે. હસુભાઇ દવેએ પાંચ વખત આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા ખાતે ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિત્વ કયુ છે. કેન્દ્રીય કામદાર શિક્ષણ બોર્ડના અધ્યક્ષથી લઇને 1998 થી ર008 સુધી પીએફ કમીટીના સભ્ય રહયાં. હસુભાઇ દવે લાંબા સમય સુધી શ્રમ કાયદાના નિષ્ણાંત તરીકે કામ કરવાની સાથે બાર એસોસિએશનના પ્રમુખ પણ રહયાં.હસુભાઇ દવે રાજકોટ મહાનગરપાલિકામાં કાઉન્સેલર પણ રહી ચૂકયા છે. હસુભાઇ દવે એક મજૂર નેતા છે જે સંગઠનાત્મક ભાવનાથી કામ કરે છે. 1994માં ધનબાદ સંમેલન પછી તેઓ ભારતીય મજદૂર સંઘના મહામંત્રી બન્યા અને પછી તેઓ પ્રમુખ પણ બન્યા. તે સમયે ઉદય પટવર્ધન મહાસચિવ હતા. બંને કાર્યકરો સંગઠનાત્મક ભાવનાથી શ્રમક્ષેત્ર માટે કામ કરતાં હતાં.” મધ્યપ્રદેશના રાજય ઉપાધ્યક્ષ મનોરંજન મિશ્રા કહે છે કે, ” હું પહેલીવાર હસુભાઇ દવેને મળ્યો ત્યારે તેમનો કોઇપણ અજાણી વ્યકિત સાથે સ્નેહ કેળવવાનો તેમનો ગુણ અનુભવ્યો, જે આજે ભાગ્યે જ જોવા મળે છે.પોતાની વૈચારિક પ્રમાણિકતા માટે જાણીતા, હસુભાઇના સામ્યવાદી નેતાઓ સાથે વ્યકિતગત રીતે સૌહાર્દપુર્ણ સંબંધો હતા. ઇન્ટુકના પ્રમુખ સંજીવ રેડી સહિત ઘણા સામ્યવાદી નેતાઓ હસુભાઇ સાથે સતત શ્રમ સંબંધિત મુદાઓ પર ચર્ચા કરતાં હતાં.
વર્તમાન મજૂર ચળવળોના ભવિષ્ય અંગે, હસુભાઇ દવે સ્પષ્ટપણે માને છે કે મજૂર ચળવળમાં હવે વ્યાવસાયિકતા જરૂરિયાતથી ઘણી વધારે છે. તેમનું કહેવું છે કે વિશ્વભરના ટ્રેડ યુનિયનો સભ્યપદના સંકટનો સામનો કરી રહી રયા છે.
શ્રમ જગતના આવા મહાન સાધકના જીવન અને કાર્ય પર પ્રખ્યાત ચિંતક અમરનાથ ડોગરાજી દવારા લખાયેલ પુસ્તકનું 14 ઓકટોબર ર0ર4ના રોજ વજુભાઇ વાળા પૂર્વ ગર્વનર કર્ણાટક પ્રદેશ, પરસોતમભાઇ રૂપાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલમાં સાંસદ સભ્ય, રાજકોટ અને રાષ્ટ્રીય અધ્યક્ષ હિરણ્યમય પંડયા દવારા વિમોચન થયુ. ચોકકસપણે આ પુસ્તક તેમના જીવનના વિવિધ પ્રેરણાદાયી પાસાઓને સામાન્ય લોકો અને ખાસ કરીને શ્રમ જગત સમક્ષ એક આદર્શ અધિષ્ઠાન સ્વરૂપે રજૂ કરવામાં સફળ રહેશે.
- Advertisement -