અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી સુવિધા આપવા માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
મુળી તાલુકાના દાધોળિયા ગામે અનુસૂચિત જાતિના સ્મશાનમાં કોઈ પાયાની સુવિધા નહીં હોવાને લીધે લેખિત રજૂઆત કરી સુવિધા અંગે માંગ કરી છે આ મામલે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે દાધોળિયા ગામે અનુસૂચિત જાતિનું સ્મશાન છે જેના ફરતે માત્ર દીવાલ ઊભી કરાઈ છે આ સાથે સ્મશાનમાં કોઈ વ્યક્તિની અંતિમવિધિ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા નથી જેના લીધે વરસાદી વાતાવરણમાં અંતિમ વિધિ કરવી મુશ્કેલ બને છે. જ્યારે સામાન્ય દિવસોમાં આ ખુલ્લા પટ્ટમાં અંતિમવિધિ કરવામાં આવે છે પરંતુ આ સમયે આવેલા લોકોને બેસવાની વ્યવસ્થા પણ નથી અને સ્મશાનની પણ કોઈ સર સંભાળ નહીં રાખતા હોવાથી ઠેરઠેર ઝાડી ઝળહળી ઊભી નીકળ્યા છે જેથી અનુસૂચિતજાતિના સ્મશાન ખાતે પાયાની સુવિધા આપવા લેખિત રજૂઆત સાથે માંગ કરી છે