રાહુલ ગાંધીએ બોસ્ટનની બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે બોસ્ટનની બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યાં તેમણે ભારતની ચૂંટણી પ્રક્રિયાની ‘ગંભીર સમસ્યા’ ગણાવી તથા મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
- Advertisement -
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ
રાહુલ ગાંધીએ કહ્યું છે, કે ‘સરળ શબ્દોમાં કહું તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વધુ યુવાનોએ મતદાન કર્યું. ચૂંટણી પંચે અમને સાંજના 5.30 વાગ્યા સુધીના આંકડા આપ્યા. મતદાન બંધ થઈ ગયા બાદ સાંજે 5.30થી 7.30ની વચ્ચે 65 લાખ લોકોએ મત આપ્યા. હવે આવું થવું શારીરિક રૂપથી તો અસંભવ છે. કારણ કે એક મતદાતાને મત આપવામાં આશરે 3 મિનિટ લાગે છે, તમે ગણતરી કરી શકો છો. આંકડાઓનો અર્થ થાય છે કે રાતના બે વાગ્યા સુધી કતારો લાગી રહી અને લોકો આખી રાત મતદાન કરતાં, જોકે આવું નથી થયું.’
ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે: રાહુલ ગાંધી
- Advertisement -
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું, કે ‘અમે પૂછ્યું કે શું વીડિયોગ્રાફી થઈ? તેમણે વીડિયોગ્રાફીનો ઈનકાર કર્યો અને કાયદો પણ બદલી નાંખ્યો, તેથી હવે અમે વીડિયોગ્રાફી કહી પણ ન શકીએ. સ્પષ્ટ છે કે સિસ્ટમમાં ગરબડ છે. મેં ઘણીવાર કહ્યું છે કે ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે.’