લાંબા સમય સુધી એક પોઝિશનમાં બેસવાની કે સૂવાની આદત તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ગંભીર અસર
હાર્ટ એટેકથી બચવા માટે 30 મિનિટ કસરત કરવી ઉત્તમ: સરવે
- Advertisement -
હાલની લાઇફ સ્ટાઇલ પ્રમાણે લોકો સરેરાશ દિવસ દરમિયાન 9 થી 10 કલાક બેસીને સમય પસાર કરે છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
લાંબા સમય સુધી એક પોઝિશનમાં બેસવાની કે સૂવાની આદત તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે, કે દિવસ દરમિયાન 10.6 કલાક કે તેથી વધુ સમય સુધી બેસી રહેવાથી હૃદયરોગથી મૃત્યુનું જોખમ વધી શકે છે, પછી ભલે તમે રોજ હળવી કસરત કરતા હોવ.
મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના સંશોધકોએ લગભગ 90 હજાર બ્રિટિશ લોકોના ફિટનેસ ટ્રેકર્સ પાસેથી મેળવેલા ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ ડિવાઇસે સાત દિવસ સુધી તેમની પ્રવૃત્તિઓ રેકોર્ડ કરી હતી. જેમાં જાણવા મળ્યું, કે સરેરાશ લોકો દિવસમાં લગભગ 9.4 કલાક બેસી રહે છે.
- Advertisement -
આશરે આઠ વર્ષ બાદ જ્યારે સહભાગીઓના હૃદયના સ્વાસ્થ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે 10.6 કલાકથી વધુ નિષ્ક્રિય સમય હૃદયની નિષ્ફળતા, હાર્ટ એટેક અને સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ વધી શકે છે. ત્યાં સુધી કે, જે લોકો અઠવાડિયામાં 150 મિનિટનો હળવાથી ભારે વ્યાયામ કરતાં હતા, તેમના માટે પણ ખતરો રહેલો છે.
સંશોધનના સહ લેખક શાન ખુર્શીદે જણાવ્યું કે, “અમારા તારણો એ સૂચવે છે કે, હૃદયની તંદુરસ્તી જાળવવા માટે નિષ્ક્રિય સમયમાં ઘટાડો કરવો જરુરી છે.
બ્રાઉન યુનિવર્સિટીના ડો. ચાલ્ર્સ ઈટને અભ્યાસ સાથે પ્રકાશિત કરેલા એક સૂચન પ્રમાણે લોકો સામાન્ય રીતે તેમના કસરતના સમયનો વધારીને કહેતા હોય છે. અને તેમના બેસવાના સમયને ઓછો આંકતા હોય છે. તેમણે સલાહ આપી કે માત્ર 30 મિનિટની હળવી પ્રવૃત્તિ જેમમ કે ચાલવું, હળવી કસરત કરવી વગેરેથી પણ હૃદયરોગનું જોખમ ઘટી શકે છે.