તાજમહેલ મંદિરની જમીન પર નથી બનાવાયો
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય પુરાતત્વ વિભાગે એક આરટીઆઈના જવાબમાં તાજમહેલને લઈને મહત્વનો ખુલાસો કર્યો છે.
ભારતીય પુરાતત્વ વિભાગનુ કહેવુ છે કે, તાજમહેલમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ નથી અને તાજમહેલ કોઈ મંદિરની જમીન પર બન્યો નથી.
- Advertisement -
તૃણમુલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેએ આરટીઆઈ હેઠળ ઉપરોક્ત જાણકારી માંગી હતી.તેમણે સવાલ પૂછ્યો હતો કે, શું તાજમહેલ હિન્દુ મંદિરની જમીન પર બનાવાયો છે અને તાજમહેલના ભોંયરામાં આવેલા 20 રુમોમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ છે કે નહી…
પહેલા સવાલના જવાબમાં ભારતીય પુરાતત્વ વિભાગે એક શબ્દમાં જવાબ આપ્યો હતો કે …નો .જ્યારે બીજા સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, ભોંયરામાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ નથી.
આ પહેલા ભાજપના નેતા ડો.રજનીશ સિંહે 7 મેના રોજ કોર્ટમાં પિટિશન કરીને તાજ મહેલના ભોંયરામાં આવેલા 22 ઓરડા ખોલવાની માંગ કરીને કહ્યુ હતુ કે, અહીંયા હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ હોવાની શક્યતા છે.
આ પિટિશન બાદ જાત જાતની ચર્ચાઓ શરુ થઈ હતી.જોકે ભારતીય પુરાતત્વ વિભાગ અગાઉ પણ તાજમહેલમાં મૂર્તિઓ હોવાના હિન્દુ સંગઠનોના દાવાને સમયાંતરે ફગાવતો રહ્યો છે.