ખાનગી બ્લડ બૅન્ક 150, છેવાડાના વિસ્તારોમાં સવલતનો અભાવ
ગુજરાતમાં છેલ્લે કોરોનાકાળ વખતે લોહીની ભારે તંગી સર્જાઈ હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આકસ્મિક બીમારી કે અકસ્માત સહિતના કિસ્સામાં દર્દીઓ માટે લોહીના બાટલાની જરૂર પડતી હોય છે, ગુજરાતમાં છેલ્લે કોરોનાકાળ વખતે લોહીની ભારે તંગી સર્જાઈ હતી, જેના કારણે મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોમાં લોહીના બ્લડ યુનિટ મંગાવવા પડયા હતા. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી પૂરું પાડવા માટે એ વખતે અપીલ કરવી પડી હતી, બીજી તરફ ગુજરાતમાં અત્યારે માંડ 29 સરકારી બ્લડ બૅન્ક આવેલી છે, જેના મતલબ સ્પષ્ટ થાય છે કે, સંખ્યાબંધ જિલ્લા એવા છે જ્યાં સરકારી બ્લડ બૅન્ક જ નથી, જ્યારે રાજ્યમાં ખાનગી બ્લડ બૅન્કની સંખ્યા 150 છે, આમ કુલ 179 બ્લડ બૅન્ક આવેલી છે. સૌથી વધુ બ્લડ બૅન્કની સંખ્યા ધરાવતા રાજ્યોમાં ગુજરાત ટોચ ઉપર નથી, આ મામલે ગુજરાત મામલે દેશમાં નવમા ક્રમે આવે છે. છેવાડાના ગ્રામ્ય ક્ષેત્રોમાં અત્યારે બ્લડ બૅન્ક ઊભી કરવાની જરૂરિયાત હોવાનું મનાય છે, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાતું હોય છે, વધુ પ્રમાણમાં બ્લડ ડોનેશન થાય તે માટે તંત્ર દ્વારા મોબાઈલ વાન ઉપલબ્ધ કરાવાય છે. બ્લડ યુનિટનું ગેરકાયદે વેચાણ ના થાય તે માટે પણ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતાં હોય છે, આ દાવો આરોગ્ય વિભાગ દ્વારા કરાયો છે.