સતત 36 કલાકના સીસીટીવી કેમેરા તપાસી ક્રાઈમ બ્રાન્ચ મૂળ સુધી પહોંચી
રોકડ, સોનું સહિત 59 લાખના મુદ્દામાલ સાથે નેપાળી તસ્કર ત્રિપુટીની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બે દિવસ પૂર્વે રાષ્ટ્રીય શાળા પાસે આવેલ મીડિયા હાઉસમાં રોકડ-દાગીના સહીત 76.90 લાખની મતાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચની બે ટીમોએ સતત 36 કલાક સુધી સીસીટીવી કેમેરા તપાસી મૂળ નેપાળના હાલ રૈયાધાર વિસ્તારમાં રહેતા ત્રણ તસ્કરને દબોચી રોકડ, સોનું સહિત 59 લાખનો મુદામાલ કબજે કરી પુછતાછ કરતા મીડીયા હાઉસમાં કામ કરતા રસોયાએ જ ચોરી કરવાની હીંટ આપી હોવાની કબુલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વૈશાલીનગરમાં રહેતા અને મીડિયા હાઉસમાં મેનેજર તરીકે નોકરી કરતા રાહુલ ગુણવંતરાય મહેતા ઉ.47એ એ ડીવીઝન પોલીસમાં ચોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે માલિક સતીશભાઈ મહેતાની ચેમ્બરમાં બાકોરૂ તેમજ સામાન વેર વિખેર જોવા મળ્યો હતો જેથી ચોરીની શંકાએ તપાસ કરતા માલિકની ચેમ્બરના ટેબલમાં પડેલ ધારીના સોની વેપારી મિત્રએ મોકલેલ ફાઈન સોનું અને બે બંગડી સહીત 51.50 લાખનું સોનું, માલિકની 10.25 લાખની વીટી-લકી, ચાંદીના નાના-મોટા સિક્કા, 1.25 લાખની ગણપતિની મૂર્તિ, રોકડા 3.50 લાખ, અન્ય ટેબલના ખાનામાંથી 10 લાખનાપગારના 70 કવર, અન્ય લોકરમાં રાખેલ 40 હજાર રોકડા મળી 76.90 લાખની મતા તસ્કરો ચોરી કરી ગયા હોય જેથી પોલીસને જાણ કરતા ડીસીપી, એસીપી, એ ડીવીઝન પીઆઈ, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે બે ટીમો બનાવી સતત 36 કલાક સુધી કેમેરા તપાસતા સફળતા મળી હતી પોલીસે સંતોષભાઇ શંકરભાઇ થાપા – નેપાળી, વિનોદભાઇ શંકરભાઇ થાપા અને અર્જુનસિંગ માનસિંગ પરીયાગ – નેપાળીની ધરપકડ કરી પોલીસે રોકડ, દાગીના, ઢાળિયો, વિદેશી ચલણ સહીત 59 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ જણાવ્યું હતું કે અર્જુન અબતક પ્રેસમાં એક વર્ષથી નોકરી કરતો હતો પગારનો સમય હોવાથી મોટી કેસ ઓફિસમાં પડી છે તેવી માહિતી હોય તેણે ટીપ આપી હતી અને વિનોદે ચોરીને અંજામ આપી તમામ મુદામાલ સગે વગે કરવા તેના ભાઈ સંતોષની મદદ લીધી હતી પરંતુ ક્રાઇમ બ્રાન્ચ, એ ડીવીજન અને એલસીબીની ટિમોએ દબોચી લીધા હતા.



