LCBએ કેશોદના બે તસ્કરોને 1 લાખના મુદામાલ સાથે દબોચી લીધા
ખાસ-ખબર ન્યૂઝ ધોરાજી
ધોરાજી, જેતલસર, ઉપલેટામાં બીએસએનએલ ટાવરમાંથી કેબલ વાયરની ચોરી કરનાર બેલડીને રૂરલ એલસીબીની ટીમે દબોચી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ધોરાજીના કલ્યાણ સોસાયટીમાં રહેતાં અમીતભાઈ દિલીપકુમાર ઠાકર ઉ.55એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ધોરાજી બીએસએનએલમાં એન્જીનીયર તરીકે છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે ગઇ તા.26/07/2024ના સવારે ટાવર ટેકનીશીયન પરેશભાઈ ધાણેનો ફોન આવેલ અને વાત કરેલ કે, આપણા ફરેણી સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલ મોબાઇલના ટાવરમાં ચોરી થયેલી છે અને કેબલ કપાઇ ગયેલ છે જેથી તે બીએસએનએલ ટાવર પર ગયેલ અને ટાવર ખુલ્લામા હોય ત્યા જોયુ તો ટાવરમાંથી ફીડર કોપર કેબલ આશરે 100 મીટર રૂ.16700 તથા 3ૠ સીસ્ટમના ત્રણ કાર્ડ રૂ.24 હજાર મળી કુલ રૂ.40700 નો મુદામાલ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી નાસી છૂટ્યા હતાં ફરીયાદ નોંધાવી હતી જયારે ત્યાંથી ચોરી કરી ભાગેલા તસ્કરો જેતપુરના જેતલસર ગામે પહોંચ્યા હતાં અને ત્યાં પણ બીએસએનએલ ટાવરમાંથી ચોરી કરી હતી. જે મામલે ગોંડલ રહેતાં અને બીએસએનએલમાં જેતપુર વિભાગમા એન્જીનીયર તરીકે છેલ્લા 6 વર્ષથી નોકરી કરતાં વિશાલભાઈ પોપટભાઈ રાંકએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.26/07/2024 ના વહેલી સવારે તેઓએ ફોનમા જોયુ તો તેમા જેતલસર ખાતે આવેલ ટાવર ડાઉનનો ટેક્સ મેસેજ આવેલ હતો.
- Advertisement -
જે બાબતે કંપનીમા કમ્પલેઈન કરી હતી બાદમાં બપોરે ટાવર ટેકનીશીયન પંકજભાઈ પરમારનો ફોન આવેલા અને વાત કરેલ કે, જેતલસર ગામ ઓવરબ્રીજ પાસે આવેલ મોબાઇલના ટાવરમાં ફીડર કોપર કેબલ કોઈ કાપીને ચોરી કરી લઈ ગયેલ છે આ પછી જેતપુર આવી ટેકનીશીયન સાથે જેતલસર ગામ ટાવરે ગયેલી અને ટાવર ખુલ્લામા હોય ત્યા જોયુ તો ટાવરમાંથી ફીડર કોપર કેબલના ટુકડા મળી કુલ આશરે 100 થી 120 ફુટ રૂ.10800 ની કોઇ ચોર તા.25/07/2024 ના રાત્રીના બે વાગ્યાની આસપાસના ચોરી કરી નાસી છુટેલ હતો ઉપરાંત ઉપલેટામાં આવેલ બીએસએનએલ ટાવરમાંથી પણ કેબલ વાયર ચોરી થયાનું સામે આવ્યું હતું. બનાવ અંગેની બે ફરીયાદ પરથી રૂરલ એલસીબી પીઆઈ વી વી અને ટીમે કેશોદના કેવદ્રા ગામના રાજ ઉર્ફે રોજી જગદીશભાઇ મેઘનાથી અને મોહિત ઉર્ફે લાલો રતીભાઈ દેત્રોજાને સકંજામાં લઈ આગવી ઢબે પૂછતાછ કરતાં બંને ભાંગી પડ્યા હતા અને ચોરી અંગે કબૂલાત આપતા પોલીસે ચોરીના ભેદ ઉકેલી નાખી 26 હજારનો કોપર કેબલ, 24 હાજરના ત્રણ કાર્ડ, 15 હજારના ત્રણ ફોન, 30 હજારનું બાઇક, 12,500નો 21 કિલો કોપર મળી 1,07,600નો મુદામાલ કબજે કર્યો છે બેલડીએ દોઢ મહિનામાં જેતપુર, ઉપલેટા, ધોરાજી, કુંતીયાણા પંથકમાં ટાવર ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.