પાન મસાલાના 204 પેકેટ ચોરી જતા બે વિરુઘ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તારમાં પાન મસાલાની હોલસેલ દુકાન ધરાવતા હરિકૃષ્ણભાઈ પ્રાણજીભાઈ કોટકનું ગોડાઉન જૂની લાઇબ્રેરી શેરી વિસ્તારમાં આવેલ હોય જેથી પોતાની દુકાનનું છૂટક કામ કરતા શાહરૂખ કરીમભાઈ ભટ્ટીને ગોડાઉનની ચાવી આપી કેટલીક ચીજવસ્તુઓ મંગાવી હતી જ્યારે શાહરૂખ ભટ્ટી પરત દુકાન પર આવતા વેપારીને કંઈક અજુગતું થયું હોવાની શંકા રાખી ગોડાઉનમાં જાતે જઈ તપાસ કરતા અંદરથી પાન મસાલાનો 306 પેકેટ ગાયબ હતા જેથી આ અંગે શાહરૂખ ભટ્ટીની પૂછપરછ કરતા પોતાના મિત્ર ઘનશ્યામભાઈ દિલીપભાઈ ઠાકોર પોતાની રીક્ષામાં આ પાન મસાલાના પેકેટ લઈ ગયા હોવાનું જણાવતા ઘનશ્યામ ઠાકોર પાસે તમામ પેકેટ પરત મંગાવ્યા હતા પરંતુ 306 પેકેટમાંથી માત્ર 102 પેકેટ પરત આપી બાકીના 204 પેકેટ પરત નહીં આપતા અંતે વેપારીએ પાન મસાલાના 204 પેકેટની ચોરી કરનાર શાહરૂખ કરીમભાઈ ભટ્ટી (રહે: ખટકી વાસ, ધ્રાંગધ્રા) તથા ઘનશ્યામ દિલીપભાઈ ઠાકોર (રહે: ડાભી સોસાયટી, ધ્રાંગધ્રા) વાળા વિરુધ સિટી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવતા સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



