ટીંબાવાડી ઝોનલ ઓફિસે ટોપલી લૂંટનો વિડીયો વાઇરલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ટીંબાવાડી ઝોનલ ઓફિસમાં કચરા ટોપલીઓ માટે મહિલાઓએ ઝૂટાઝૂટી કરી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો છે.જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત સૂકા અને ભીના કચરાને અલગ રાખવા પ્રયાસ કરાઇ રહ્યો છે. આ માટે દરેક મિલક ધારકો કે જેમણે વર્ષ 2024-25નો તમામ હાઉસ ટેક્ષ ભરી આપ્યો છે તેમને કચરાની 2 – 2 ટોપલીઓનું નિ:શુલ્ક વિતરણ કરાઇ રહ્યું છે.
- Advertisement -
જૂનાગઢ શહેરના ટાઉન હોલમાં તેમજ ઝોનલ ઓફિસેથી ટોપલીઓનું વિતરણ થઇ રહ્યું છે. દરમિયાન ટીંબાવાડી ઝોનલ ઓફિસે ટોપલી વિતરણ દરમિયાન કેટલીક મહિલાઓ બેકાબુ બની હતી અને ટોપલીઓની ઝૂટાઝૂટી કરી હતી. દરમિયાન આ સમયે જ કોઇએ આ અંગેનો વીડિયો બનાવી લીધો હતો જે હાલ સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ રહ્યો છે. દરમિયાન ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોશીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 5,000થી વધુ આસામીઓને ટોપલીનું વિતરણ કરાયું છે અને હજુ પણ વિતરણની કામગીરી ચાલુ રહેશે.