ગાયો પણ વિવિધ પ્રકારના વંશની હોય છે. ભારતમાં ગીર, કાંકરેજ, થરપારકર,ખિલારી અને નાગોરી જેવી ગાયો તેના જુદા જુદા શારીરિક લક્ષણોથી ઓળખાય છે. ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર પ્રાંતની ગીર ગાય દૂધ ઉત્પાદન જયારે ઉત્તર ગુજરાતમાં કાંકરેજ ગાય તેના ખડતલ બાંધાથી ઓળખાય છે.
જો કે એ જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એક ગાય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ગાયની ઉંચાઇ 6.6 ફૂટ છે જે વિશ્ર્વની સૌથી ઉંચી છે. આ ગાય પોતાના વિશાળ કદ માટે 2019માં પ્રથમવાર ચર્ચામાં આવી હતી. આ ગાયનું વજન દોઢ ટન હોવાનું માનવામાં આવે છે. ગાયનો માલિક ખેડૂત પશ્ર્ચિમ ઓસ્ટ્રેલિયામાં રહે છે. ગાયોના ટોળાની વચ્ચે ઉંચી અને લાંબી ગાય બધા કરતા જુદી પડી રહી છે.