-આ ભાગવદ ગીતા રૂા.2 કરોડના ખર્ચે તૈયાર થઈ તેનું પેજ ફેરવવા માટે ચાર માણસોની જરૂર પડે છે
ભગવાન શ્રીકૃષ્ણે યુદ્ધના મેદાનમાં જે ઉપદેશ આપ્યો હતો તેને આજે આપણે શ્રીમદ ભાગવત ગીતાના નામથી ઓળખીયે છીએ.આ એક એવો ગ્રંથ છે.જેમાં માણસના જન્મથી લઈને યોગ, કર્મ, ભકિત અને મુકિત સુધીનાં માર્ગનું વર્ણન છે.7 સપ્ટેમ્બરે જન્માષ્ટમી છે ત્યારે એ જાણવુ રસપ્રદ બની રહેશે.
- Advertisement -
કે દૂનિયાની સૌથી મોટી અને વજનદાર શ્રીમદ ભાગવત કઈ છે અને કયાં છે, જીહાં, તે બીજે કયાંય નહિં, બલકે રાજધાની દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાસ સ્થિત ટેમ્પલમાં છે. આ ગીતા 9 ફૂટ લાંબી અને દુનિયાની સૌથી મોટી અને વજનદાર છે. આ પુસ્તકનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. તેના એક પેજને ફેરવવા માટે 4 લોકોની જરૂર પડે છે. ઈસ્કોનનાં નેશનલ કોમ્યુનિકેશન ચીફ વ્રજેન્દ્ર નંદનદાસે જણાવ્યું હતું કે આ દુનિયાની એક માત્ર શ્રીમદ ભાગવત ગીતા છે. જેને બનાવવામાં લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ ભગવત ગીતાનું વજન 800 કિલો છે.
સંસ્કૃતમાં શ્લોક અને અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવેલ છે. આ પવિત્ર ગ્રંથમાં કુલ 670 પેજ છે. તેને બનાવવામાં લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો. આ ભગવદ ગીતાને ઈટલીનાં મિલાન શહેરમાં તૈયાર કરવામાં આવી છે તેને દરીયાઈ માર્ગે ભારત લાવવામાં આવી હતી તેના પર સોના-ચાંદી સહીત અનેક પ્રકારની ધાતુ છે તેનું કવર સોનાનું બનેલુ છે.