ટાઈગર શાર્ક માછલી પર કેમેરા બાંધી ઘાસના મેદાનનો પતો લગાવાયો: માણસની તુલનામાં ટાઈગર શાર્ક માછલી સમુદ્રની ઘણી ઉંડાઈએ જઈ લાંબો સમય રહી શકે છે
કેરેબીયન સમુદ્રમાં દુનિયાનું સૌથી મોટું ઘાસનું મેદાન શોધાયાનો દાવો સંશોધકોએ કર્યો છે. સંશોધકોએ બહામામાં એક 17 ફુટ લાંબી ટાઈગર શાર્ક માછલી પર કેમેરા લગાવીને સમુદ્રની અંદર ઘાસનું મેદાન શોધ્યું છે. દુનિયાનું આ સૌથી મોટું સમુદ્રી ઘાસનું મેદાન કેરેબીયન સમુદ્રના તળીયે 92,000 વર્ગ કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં ફેલાયેલું છે.
- Advertisement -
‘નેચર કોમ્યુનીકેશન્સ’માં પ્રકાશિત સંશોધનમાં સાઉદી અરબના કિંગ અબ્દુલ્લા વિજ્ઞાન અને ટેકનોલોજી વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર અને સંશોધનના સહ લેખક કાર્લોસ ડુઆર્ટે જણાવ્યું હતું કે આ સંશોધન દર્શાવે છે કે આપણે માત્ર ઉંડાણમાં જ નહીં, પણ છિછરા વિસ્તારોમાં પણ સમુદ્રમાં અભ્યાસથી કેટલા દૂર છીએ.
માણસ માટે આ કામ આસાન નથી: સંશોધન અનુસાર ટાઈગર શાર્ક સમુદ્રમાં ઘણી ઉંડાઈ સુધી પહોંચી જાય છે અને તે લાંબુ અંતર કાપી શકે છે. તે સમુદ્રી ઘાસના મેદાનમાં લાંબો સમય વીતાવી શકે છે.
જયારે માણસને માનવીય વિધ્નોનો સામનો કરવો પડે છે જેમકે તેણે વારંવાર સમુદ્રની સપાટી પર આવવું પડે છે, અને શાંત સમુદ્રની સ્થિતિ પર નિર્ભર રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે, 1.6 લાખ વર્ગ કિલોમીટર સમદ્રના તળીયે આ ઘાસનું મેદાન ફેલાયેલું હોવાનું અનુમાન છે.
- Advertisement -