અભ્યાસ માટે બાળકો રઝળતાં હોવાથી ગ્રામજનોમાં રોષ
આમાં ક્યાંથી ભણે ગુજરાત!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
વંથલી તાલુકાના ના ખોરાસા આહીર ગામે માર્ચ 2021 માં પ્રાથમિક શાળા ના જૂના બિલ્ડીંગ નુ ડીમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નવી પ્રાથમિક શાળા નુ બિલ્ડીંગ મંજૂર થતા છેલ્લા બે વર્ષ થી ગોકળગાય ની ગતિએ કામ ચાલી રહ્યું છે. આ કામની મુદ્દત પૂરી થવા છતાં કામ હજુ પણ લાદી ગ્લેજ પાણી ફિટિંગ લાઈટ ફીટિંગ પાણી નો ટાકો હજમ અને સોસ ખાડા જેવા કામ અધૂરા છે.
શાળામાં અભ્યાસ કરતા બાળકો છેલ્લા સાડા ત્રણ વર્ષ થી જ્યાં ત્યાં અભ્યાસ કરીને રજળી રહ્યા છે. શાળા ના ગ્રાઉન્ડ માં જ્યાં ત્યાં બીન જરૂરી રેતી પથ્થર અને કચરા ના ઢગલા તથા મોટા મોટા ખાડાઓ છેલ્લા દોઢ માસ થી એમ ને એમ પડ્યા છે. ચોમાસા ની સીઝનમાં આવી પરિસ્થિતિ થી વાલીઓએ કંટાળી ને બાળકોને સ્કૂલે મોકલવા કે નહી તેવી દ્વિધામાં છે. જો આઠ દિવસમાં સ્થિતિ ન સુધરે તો બાળકો ને સ્કૂલે મોકલવા નુ બંધ કરવાંમાં આવશે જેને લઇ કલેકટર, ડીડીઓ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.