આસપાસનાં બંદરનાં લોકોને સીધો ફાયદો થશે
ખાસ-ખબર સંવાદદાતા
સુત્રાપાડાના સ્થાનિક આગેવાનો, ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સુત્રાપાડા બંદરના આગેવાનો અને લોકોની માંગ અને રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વિધાન સભાની ચુટણી પહેલા હાર્બલ ફિશિંગ જેટીના નિર્માણ માટે રૂા.358.12 કરોડ ફાળવાયા હતા. ચૂંટણી પુર્ણ થતા જેટીના કામના શ્રીગણેશ કરાતા સુત્રાપાડા બંદર, હિરકોટ બંદર અને ધામળેજ બંદરના લોકો અને આગેવાનોમાં ખુશી જોવા મળી હતી. આ હાર્બર ફિશિંગ જેટીના નિર્માણથી સુત્રાપાડા બંદર, કદવાર ગામ નજીક આવેલ હીરકોટ બંદર અને ધામળેજ બંદર સહિત સુત્રાપાડા શહેરના લોકોને સીધો જ ફાયદો થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સુત્રાપાડા બંદર ખાતે હાર્બર ફિશિંગ જેટીનું કામ માટે ચેનૈઇની પાર્ટી દ્વારા પુજા વિધિ કર્યા બાદ શ્રીગણેશ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, મામલતદાર પી.બી. કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, અખિલ ગુજરાત મહમંડલના ઉપપ્રમુખ દિલિપભાઈ આજણી, સુત્રાપાડા બંદરના પટેલો અને આગેવાનો, સુત્રાપાડા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અજયભાઈ બારડ, દીપકભાઈ કાછેલા, ચેતનભાઈ આચાર્ય, અનિલભાઈ જેઠવા સહિત ઉપસ્થિત રહ્યાં હતા.