જૂનાગઢમાં આહિર સમાજનાં બહેનોનું પ્રેરણાદાયી કાર્ય
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ આહિર સમાજનાં બહેનોએ પ્રેરણાદાયી કાર્ય શરૂ કર્યું છે. જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડ ઉપર મહિલાઓ પાણીનું પરબ શરૂ કર્યુ છે. એટલું જ નહી પાણીનાં પરબનો ખર્ચ પણ તમામ મહિલાઓ જ ઉઠાવશે. જૂનાગઢમાં આકરી ગરમી પડી રહી છે. બપોરનાં સમયે લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે.ત્યારે રાહદારીઓને સરળતાથી પાણી મળી રહે તેવા હેતુથી જૂનાગઢ આહિર મહિલા મંડળનાં બહેનોએ પાણીનું પરબ શરૂ કર્યું છે. શહેરનાં ઝાંઝરડા ચોકડી ઉપર પાણીનું પરબ શરૂ કરવામાં આવ્યું છે. અહીં રોજનાં 10 થી વધુ પાણીનાં કેનનો ઉપયોગ થશે. તેમજ પાણીનાં પરબ માટે થનાર ખર્ચ પણ આહિર સમાજનાં બહેનો જ ઉઠાવશે. આહિર સમાજનાં બહેનો દાતા બની મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પુરૂૂ પાડ્યું છે.
જૂનાગઢ આહિર મહિલા મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને મંડળ દ્વારા જરૂરીયાતમંદ બહેનોને સિલાઇ મશીન આપવામાં આવી રહ્યાં છે.



