દુષ્કર્મના પ્રયાસ બાદ સમાધાન માટે વિક્રમ ભરવાડે મહિલાને પૈસા આપવા તૈયારી બતાવી
રાજકોટ પોલીસ કમિશનરને અપાયેલી અરજીમાં ઘટસ્ફોટ
- Advertisement -
જમીન સંદર્ભે ભરવાડ શખ્સને મળવા ગયેલી મહિલાને થયો અત્યંત કડવો અનુભવ
લાખાજીરાજ રોડ પર આવેલી ઑફિસમાં વિક્રમે સંયમ ગૂમાવ્યો
વકીલ સિંધવના કહેવાથી મહિલા ગઈ હતી વિક્રમને મળવા: ઑફિસનાં દરવાજા અંદરથી વાસી દઈને મહિલા પર બળજબરી
- Advertisement -
મહિલા જીવ બચાવીને માંડ ભાગી: પોતે પણ કપડાં ઉતારી નાંખ્યા, મહિલાનાં વસ્ત્રો પણ ફાડી નાંખ્યા
મહિલાને ફરિયાદ કરતી રોકવા વકીલનાં અને આરોપીનાં ધમપછાડા
કૂખ્યાત વિક્રમ ભરવાડે મહિલા પર બળાત્કારનો પ્રયાસ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની એક મહિલાએ કરેલી અરજીમાં જણાવ્યા મુજબ જમીન પ્રકરણ મુદ્દે એડવોકેટ મોતીભાઈ સિંધવનો સંપર્ક કર્યો હતો ત્યારે એડવોકેટે તે મહિલાને લાખાજીરાજ રોડ પર આવેલી કુખ્યાત વિક્રમ ભરવાડની ઓફિસે જવા માટે કહેતા તે મહિલા તા. 2 ડિસેમ્બરે વિક્રમ ભરવાડને રૂબરૂ મળવા તેની ઓફિસે પહોંચી હતી. ત્યાં વિક્રમ ભરવાડની નિયત બગડતા ઓફિસનો દરવાજો બંધ કરી બહાર બે માણસને દેખરેખ કરવા ઉભા રાખ્યા હતા. પોતે પોતાના કપડાં ઉતારી અને મહિલાના કપડાં ફાડી નાખ્યાં હતાં. તેમજ મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. કુખ્યાત વિક્રમ ભરવાડે મહિલાને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરી તમે ખોટા બાવા બની ગયા છો અને તમે ડ્ઢડ્ઢુુ1* છો. તમે એકવાર મારી સાથે સૂઈ જશો તો તમારી આબરૂ નહીં જાય સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ધમકી બાદ મહિલા પોતાનો જીવ બચાવી ત્યાંથી નીકળી ગઇ અને ઘરે પહોંચી તમામ હકીકતો એડવોકેટ મોતીભાઈ સિંધવને ફોન કરી જણાવી હતી. ત્યારે એડવોકેટ મોતીભાઈ સિંધવે જણાવ્યું કે વિક્રમ ભરવાડ ક્યારેય આવું કૃત્ય કરે જ નહીં. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એડવોકેટ મોતીભાઈ સિંધવે વિક્રમ ભરવાડ અને મહિલાને સમાધાન કરવા માટે રેસકોષ રીંગ રોડ પર આવેલી ટી પોસ્ટ પાસે બોલાવ્યા હતા. પરંતુ મહિલાએ સમાધાન માટે ના કહેતા વિક્રમ ભરવાડે પૈસા આપવાની પણ તૈયારી બતાવી હતી. પરંતુ મહિલાએ સમાધાન અને પૈસાની ના કહેતા વિક્રમ ભરવાડે મહિલાને જેમ ફાવે તેમ કહી ધમકી આપી હતી અને જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તારી જિંદગી બરબાદ કરી નાંખીશ અને જો તું પોલીસ ફરિયાદ કરીશ તો પોલીસવાળા અમારો વાળ વાંકો નહીં કરી શકે. પોલીસ પણ અમારા ખિસ્સામાં છે. આ ધમકીથી ડરી જતા મહિલાએ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે વિક્રમ ભરવાડ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી દુષ્કર્મનો પ્રયાસ અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવે.
નોંધ: ઉપરોક્ત લખાણ મહિલાએ પોલીસ કમિશનરને કરેલી અરજી મુજબ છે.
ભોગ બનનાર મહિલાએ સમાધાન અને પૈસાની મનાઈ કરતા વિક્રમ ભરવાડની જાનથી મારી નાંખવાની ધમકી
વકીલ શા માટે વિક્રમની તરફેણ કરે છે?
આ સમગ્ર પ્રકરણમાં વિક્રમ ભરવાડે મહિલાને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરી, દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી છતાં એડવોકેટ મોતીભાઈ સિંધવ શા માટે વિક્રમ ભરવાડની તરફેણ કરે છે?