સંસદનું શિયાળું સત્ર આ વખતે 7થી 29 ડિસેમ્બરની વચ્ચે યોજવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. તારીખ માટે છેલ્લો અને ઔપચારિક નિર્ણય સાંસદની કેબિનેટ સમિટી કરશે. જો કે શિયાળું સત્ર આમ તો દર વર્ષ નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં જ હોય છે, પરંતુ આ વખતે તે ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની શરૂઆતમાં ચાલુ થશે. ઉલ્લેખનીય છે કે, ગુજારત વિધાનસભા ચુંટણીના કારણે શિયાળું સત્ર 7 ડિસેમ્બરથી ચાલુ થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભા માટે 1થી 5 ડિસેમ્બર ચુંટણીનું આયોજન છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છએ કે, બધી કાર્યવાહી હજુ જુના સંસદ ભવનમાં જ ચલાવવામાં આવશે.
નવા સંસદ ભવનમાં વર્ષ 2023નું પહેલું સંસદ સત્ર યોજાશે
સંસદનું શિયાળું સત્ર ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં શરૂ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલનું સત્ર જુના સાંસદ ભવનમાં યોજાવાની સંભાવના છે, જયારે સરકાર આ મહીનાના અંત સુધી અને ડિસેમ્બરની શરૂઆતમાં 1,200 કરોડ રૂપિયાથી વધારેની રકમથી બનનાર નવા ભવનના પ્રતીકાત્મક રૂપનું ઉદઘાટન કરવાનું વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2023નું પહેલું સંસદ સત્ર એટલે કે બજેટ સત્ર નવા ભવનમાં યોજાશે.
- Advertisement -
નાવ સંસદ ભવનની વિશેષતા
નવું સંસદ ભવન કુલ 64,500 વર્ગ મીટર એરિયામાં બનનાર છે. આ બ્લિડિંગ 4 માળની હશે. નવા સંસદ ભવનમાં જવાના 6 રસ્તા હશે. નવા સંસદ ભવનમાં કુલ 120 ઓફિસ હશે. જેમાં સેન્ટ્રલ હાલ નહીં હોય. લોકસભા ચેમ્બર 3015 વર્ગ મીટર એરિયામાં બનેલો હશે. જેમાં 543 સીટની જગ્યાએ 888 સીટ હશે. સંયુક્તના દરમ્યાન લોકસભા ટેમ્બરમાં 1224 સાંસદ એકસાથે બેસી શકે છે. રાજ્યસભા કુલ 3,220 વર્ગ મીટર એરિયામાં બનશે. જેમાં 245ની જગ્યાએ 384 સીટ હશે.