મૃતક રાજકોટના કોઠારીયા રણુજા મંદિર પાસે તેની માતા સાથે રહેતી હતી : પોલીસ તપાસનો ધમધમાટ
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
ગોંડલ નાં વાછરા રોડ પર પરણીત પ્રેમી એવા કિશન ને મળવા આવેલી પ્રેમિકા જલ્પા ગીરધરભાઇ ભાલીયાને કિશનની પત્નિ જીજ્ઞાએ માથાનાં ભાગે પાવડાનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી જીજ્ઞા પોલીસમાં હાજર થઇ ગઇ હતી.મૃતક રાજકોટ નાં કોઠારીયા રણુજા મંદિર પાસે તેની માતા સાથે રહેતી હતી.કિશન સાથેનાં પ્રેમસંબંધ ને કારણે તેના પતિ સાથે છુટાછેડા થયા હતા.હત્યાની ઘટનાનાં પગલે એ ડીવીઝન પોલીસ સ્ટેશન નાં પીઆઇ.ડામોરે તપાસ હાથ ધરી હત્યા કરનાર જીજ્ઞાની પુછપરછ હાથ ધરી હતી. પતિ કિશનને મળવા આવેલી પ્રેમિકા જલ્પા ને પાવડા નાં જનુની વાર કરી મોતને ઘાટ ઉતારનાર પત્નિ જીજ્ઞા પોલીસ સ્ટેશનમાં પુછપરછ સમયે શાંત મને અને નિશ્ચિંતતા થી જવાબ આપી રહી હોય પોલીસ પણ દિગમુઢ બની હતી.ધારેશ્વર મહાદેવ મંદિર નજીક વાછરારોડ પર ધીરૂભાઈ ઠુમર ની વાડી કિશન પરસોતમભાઈ હાડાએ ભાગીયામાં વાવવાં રાખી અને માતાપિતા,પત્નિ જીજ્ઞા અને એક દિકરો અને એક દિકરીનાં પરીવાર સાથે રહેછે.ખેતીકામ કરી ખુશહાલ જીવન જીવતા આ પરીવાર ને જાણે પ્રેમ શબ્દ ની નજર લાગી ગઇ હોય તેમ કિશન નાં જીવન માં પરસ્ત્રી નુ આગમન થયુ.
- Advertisement -
હત્યાનાં ગુન્હામાં પોલીસ હિરાસત માં રહેલી કિશન ની પત્નિ કહેછે કે અમારાં લગ્ન થયે સાત વર્ષ થયા.એક દિકરો અને એક દિકરીનો જન્મ થયો.જીંદગી ખુશહાલ હતી.પરંતુ દોઢ વર્ષ થી પતિ કિશન ને રાજકોટ ની જલ્પા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.પહેલા તો આ વાતની મને ખબર નહોતી.પણ મોબાઇલ પર અવારનવાર બન્ને વચ્ચે વાતચીત થતી અને જલ્પા કિશન ને મળવા વાડીએ પણ આવતી હતી.
મને શંકા હોવા છતા હું ચુપ હતી.દરમિયાન બન્ને ત્રણેક માસ પહેલા ઘરેથી નાશી છુટ્યાં ત્યારે પોતાનો પતિ પરસ્ત્રી નાં પ્રેમ માં ઓતપ્રોત થયાનું સમજાયું હતું. તે પછી બન્ને પોલીસ માં પકડાઇ ગયા બાદ પતિ કિશન ઘરે આવવાને બદલે જલ્પા સાથે રાજકોટ રહેતો હતો.હાલ અઢી મહીનાથી કિશન ઘરે પરત ફર્યો હતો.ત્યાર પછી પણ કિશન અને જલ્પાનો પ્રેમ યથાવત હતો.કોઇ બહાને એ ગોંડલ આવતી અને કિશન ને મળતી હતી.જલ્પા તેના સાસરેથી કિશન સાથે ભાગી ગયા બાદ તેનાં પતિએ છુટાછેડા આપી દીધા હતા.જેથી જલ્પા હવે આઝાદ હતી. પતિ કિશન નાં પ્રેમ પ્રકરણ ને લઇ ને પતિ પત્નિ વચ્ચે અનેકવાર જગડા થતા હતા.મારુ જીવન બરબાદ થઇ રહ્યુ હતુ. શનિવાર બપોરે જલ્પા કિશન ને મળવા વાછરારોડ વાડીએ આવી હતી.વાડીએ જીજ્ઞા તેનો પતિ કિશન, સાસુ અને બન્ને બાળકો હાજર હતા.જલ્પા આવ્યાની જાણ જીજ્ઞાને થતા પતિનાં પરાઇ સ્ત્રી પ્રત્યે નાં આંધળા પ્રેમ સંબંધ ને ચુપચાપ સહન કરતી જીજ્ઞાનો મગજ ફાટફાટ થવા લાગ્યો અને જલ્પા સાથે ઉગ્ર બોલાચાલી થઈ. આ સમયે કિશને બન્ને સ્ત્રીઓ ને સમજાવવા હાથ જોડી વિનંતી કરી, જો તમે જગડવાનું બંધ નહી કરો તો હું મરી જઈશ તેવું પણ કહ્યું.પણ જીજ્ઞા અને જલ્પાનું જગડવાનું બંધ થયુ નહોતું. દરમ્યાન જીજ્ઞાએ જલ્પાનાં માથાનાં ભાગે પાવડાનાં આડેધડ વાર કરતા આ વાર જીવલેણ નિકળતા જલ્પાનું રોડ પર મોત નિપજ્યું હતુ.આમ ’પતિ પત્નિ ઔર વોહ’ ની કહાનીનો કરુણ અંજામ આવ્યો હતો.ગોંડલ નાં લોકમેળા માં કિશન અને જલ્પાની આંખો મળી જતા પ્રેમ સંબંધ ગાઢ બન્યો હતો.પણ આખરે કરુણ અંત આવ્યો હતો. બનાવ અંગે પીઆઇ ડામોર તથા રાઇટર ખોડુભા જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.