રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં બનેલો બનાવ
અરજી અર્થે જૂનાગઢથી આવેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજ્કોટથી જુનાગઢ સ્થાયી થયેલ યુવક અરજી અર્થે મહિલા પોલીસ સ્ટેશનમાં આવ્યો ત્યારે પત્નીએ કોઈ પદાર્થ છાંટી દેતા બેભાન થઈ જતાં હોસ્પિટલે ખસેડાયો હતો પત્ની સામે આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મુળ રાજકોટના જંગલેશ્વરનો અને હાલ ત્રણેક મહિનાથી જુનાગઢના ખામધ્રોળમાં રહી ડ્રાઇવીંગ કરતાં સાજીદ યુસુફભાઇ અઘામ ઉ.34 ગઇકાલે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં હતો ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભાનમાં આવ્યા બાદ તેણે પોતાના મોઢા પર પત્નિએ કંઇક દવા છાંટી દેતાં બેભાન થઇ ગયાનું કહ્યું હતું સાજીદે વધુમાં જણાવ્યું હતું કે પોતે અગાઉ પત્નિ સોનુ અને પુત્રી સાથે રાજકોટ જંગલેશ્વરમાં રહેતો હતો.
પત્નિ કેટરર્સમાં કામે જતી હોઇ તેને અન્ય એક શખ્સ સાથે ઓળખાણ થઇ જતાં પોતે જુનાગઢ રહેવા જતો રહ્યો હતો. હાલમાં પત્નિ રાજકોટ રહેતી હોઇ અને પોતાના વિરૂધ્ધ મહિલા પોલીસમાં અરજી આપી હોઇ ગઇકાલે પોતાને રાજકોટ બોલાવવામાં આવતાં પોતે મહિલા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં હતો
ત્યારે પત્નિ એક શખ્સ સાથે આવી હતી અને પોતાના મોઢા પર કંઇક પોટલીમાંથી છાંટીને ભાગી ગઇ હોવાનો આક્ષેપ કરતાં પ્રનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.