સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ઉમટ્યા: 20 કિલોના ₹500થી ₹650 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં આનંદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
- Advertisement -
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની સિઝન જામી છે. યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ચાલુ સિઝનમાં પ્રથમવાર ઘઉંની રેકોર્ડ બ્રેક 30 હજાર ગુણીની આવક નોંધાઈ છે. ગોંડલ યાર્ડમાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જેવા વિવિધ જિલ્લાઓમાંથી પણ ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાનો માલ લઈને પહોંચ્યા છે. ભાવની વાત કરીએ તો, ગુણવત્તા મુજબ ખેડૂતોને 20 કિલોના ₹500 થી ₹650 સુધીના ઊંચા ભાવ મળી રહ્યા છે. પુષ્કળ આવકને પગલે યાર્ડનું મેદાન ઘઉંની ગુણીઓથી છલકાઈ ગયું હતું. હાલમાં ઘઉંની આવક રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. સારી આવક અને પોષણક્ષમ ભાવ મળતા ખેતીવાડી ક્ષેત્રે નવી આશાનો સંચાર થયો છે.



