સી. આર. પાટીલની સંપત્તિ 2024માં 11% ઘટી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
- Advertisement -
ગુજરાતમાંથી ચૂંટાયેલા 26 પૈકીના 12 સાંસદો એવા છે. જેઓ બીજી કે તેથી વધુ લોકસભામાં પ્રતિનિધિત્વ કરશે. આ 12 સાંસદોમાંથી પાંચની સંપત્તિમાં 2019ની સરખામણીએ 2024માં 100%થી વધુનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત 26માંથી 23 જીતેલા ઉમેદવારો કરોડપતિ છે. 2019ની લોકસભામાં ગુજરાતમાંથી 24 સાંસદો કરોડપતિ હતા.
બીજી વખત ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં આટલો ફરક પડ્યો
નામ 2019માં સંપત્તિ 2024માં સંપત્તિ વધારો
મનસુખ વસાવા 68.35 લાખ રૂપિયા 2.54 કરોડ રૂપિયા 273%
પૂનમ માડમ 42.73 કરોડ રૂપિયા 147.70 કરોડ રૂપિયા 246%
રાજેશ ચુડાસમા 1.08 કરોડ રૂપિયા 3.34 કરોડ રૂપિયા 208%
દેવુસિંહ ચૌહાણ 1.30 કરોડ રૂપિયા 3.49 કરોડ રૂપિયા 169%
વિનોદ ચાવડા 3.35 કરોડ રૂપિયા 7.09 કરોડ રૂપિયા 112%
જશવંતસિંહ ભાભોર 2.79 કરોડ રૂપિયા 4.84 કરોડ રૂપિયા 79%
પરભુ વસાવા 2.83 કરોડ રૂપિયા 4.70 કરોડ રૂપિયા 66%
અમિત શાહ 40.32 કરોડ રૂપિયા 65.67 કરોડ રૂપિયા 63%
ભરતસિંહ ડાભી 4.73 કરોડ રૂપિયા 6.84 કરોડ રૂપિયા 44%
મિતેષ પટેલ 7.70 કરોડ રૂપિયા 11.04 કરોડ રૂપિયા 43%
હસમુખ પટેલ 7.49 કરોડ રૂપિયા 8.64 કરોડ રૂપિયા 16%
સી.આર. પાટીલ 44.60 કરોડ રૂપિયા 39.49 કરોડ રૂપિયા -11%