ઘણા મિત્રો કહે છે કે મને ભગવાનમાં શ્રદ્ધા નથી.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
પૂ. શ્રીમોટા કહેતા કે ભગવાનમાં શ્રદ્ધા ન હોય તો પણ એટલું તો સ્વીકારવું જ પડે કે શબ્દમાં શક્તિ રહેલી છે. સતત મંત્રોચ્ચાર કરતા રહો તો બે ફાયદા થશે. એક, તો એ શબ્દોમાં રહેલી શક્તિ અસર બતાવશે અને બીજું, એ કે જ્યારે મંત્રજાપ ચાલી રહ્યો હશે ત્યારે બીજા વિચારો ઓછા આવશે. જ્યારે આપણે મેલું વસ્ત્ર સાબુ લગાડીને પાણીથી ધોતાં હોઇએ ત્યારે હવામાં રહેલી ધૂળ એના પર બાઝતી નથી કારણ કે સાબુ અને પાણીરૂપી મંત્રજાપ ચાલુ જ હોય છે. આવું જ શબ્દનું પુનરુચ્ચારણ કરે છે.
મંત્રજાપ ચાલતો હોય ત્યારે આપણું મન બીજા સંસ્કાર ગ્રહણ કરી શકતું નથી. ધીમે ધીમે સાધકને પોતાની અંદર જ સત્યનો, શાંતિનો અને પ્રકાશનો સાક્ષાત્કાર થશે. આ જ ભગવાન છે.