ઝિમ્બાબ્વેની ઇનિંગની 17મી ઓવરમાં મેદાન પર એક અજીબ ઘટના બની; ક્રિકેટ ચાહક સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘૂસ્યો, તે ચાહકને મેદાનની સુરક્ષામાં અવરોધ ઉભો કરવા બદલ લગભગ સાડા છ લાખ રૂપિયા દંડ ફટકારાયો
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચમાં ભારતનો વિજય થયો છે. ભારતીય ટીમે ગ્રુપમાં અત્યાર સુધી પોતાની 4 મેચમાંથી ત્રણમાં જીત મેળવી હતી અને આજની સાથે ચાર મેચમાં વિજય હાંસલ કર્યો છે. આ દરમિયાન પાકિસ્તાન, નેધરલેન્ડ અને બાંગ્લાદેશનો હરાવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા સામે હાર જ મળી હતી. બીજી તરફ ઝિમ્બાબ્વેની ટીમ પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. મેલબોર્ન ગ્રુપ-2ની સુપર-12ની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 187 રનનો ટાર્ગેટ ઝિમ્બાબ્વેની ટીમની આપ્યો હતો. જેમાં ભારતે ઝિમ્બાબ્વે સામે વિજય મેળવ્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં ટોપર બની ગઈ છે અને તેની ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં રમશે. હવે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે 10 નવેમ્બરે થશે. મેચ દરમિયાન ઝિમ્બાબ્વેની ઇનિંગની 17મી ઓવરમાં મેદાન પર એક અજીબ નજારો જોવા મળ્યો હતો.
- Advertisement -
https://twitter.com/cricket_katta11/status/1589259687949926401?re
રોહિત શર્માને મળવા મેદાનમાં પહોંચ્યો ફેન
મેચ દરમિયાન ઝિમ્બાબ્વેની ઇનિંગની 17મી ઓવરમાં મેદાન પર એક અજીબ નજારો જોવા મળ્યો હતો. એક યુવક ક્રિકેટ ચાહક સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘૂસ્યો હતો. તે ફેન ભારતીય કેપ્ટન રોહિત શર્માને મળવા માંગતો હતો, રોહિત શર્માને મળવામાં સફળ રહ્યો હતો. ભારતીય કેપ્ટનને જોઈને પ્રશંસક રડવા લાગ્યો હતો. જો કે ત્યાં સુધીમાં સિક્યોરિટી તેની પાસે પહોંચી ગઈ હતી અને તેમણે તેને પકડી લીધો હતો.
સાડા છ લાખ રૂપિયા દંડ
જો કે તે ફેનને મેદાન સુધી પહોંચવાની સજા ભોગવવી પડશે. મીડિયા અહેવાલો અનુસાર, તે યુવાન ચાહકને મેદાનની સુરક્ષામાં અવરોધ ઉભો કરવા બદલ લગભગ સાડા છ લાખ રૂપિયા ($11 હજાર 95)નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના મોટા સ્કોરબોર્ડ પર પણ દર્શાવવામાં આવી હતી.
- Advertisement -
ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર-12 ના ગ્રુપ-2 ની આ છેલ્લી મેચમાં ભારતનો વિજય થયો છે. T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં ટોપર બની ગઈ છે અને તે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં રમશે