જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત…આ પંક્તિ સાંભળતા જ દુનિયાના દરેક ખૂણામાં વસવાટ કરતા ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલાઈ જાય. આવું જ એક ગર્વ વિદેશ ગયેલી આપણા ગુજરાતની દીકરીઓએ ડાન્સ દ્વારા અપાવ્યું છે.
એવું કહેવાય છે કે, ગુજરાતીઓ કોઈપણ ખૂણામાં જાય પરંતુ પોતાની અમીટ છાપ છોડી જતાં હોય છે. આવી જ રીતે ગુજરાતની 4 દીકરીઓએ ન્યૂયોર્કના રસ્તા પર ડાન્સ કરીને દુનિયા આખીને ઘેલી કરી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
ગુજરાતની દીકરીઓએ ડાન્સથી દુનિયાની કરી ઘેલી
દેશમાં વરસાદની મોસમ જામી છે, દેશના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે, ગુજરાતના પણ કેટલાક ઠેકાણાઓ એવા છે જ્યાં કુદરત ચોમેર ખીલી ઉઠી છે ત્યારે હિન્દી ફિલ્મનું બરસો રે મેઘા..મેઘા ગીત પર ગુજરાતની આ દીકરીઓએ ન્યૂયોર્કના ટાઈમ સ્કેવર પર ડાન્સ કરીને દુનિયાને મંત્ર મુગ્ધ કરી દીધી છે. ફિલ્મ ‘ગુરુ’ના આ ગીત પર ડાન્સ કરી રહેલી યુવતીઓના ડાન્સ સ્ટેપ્સ અને સ્ટાઈલ જોઈને લોકો આફરિન થયાં હતા.
View this post on Instagram
22 મિલિયનથી વધુ વખત જોવાયો વીડિયો
આ વિડીયો eshhpat નામની ઈન્ટા યુઝરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જે તેણી એક ડાન્સર તેમજ ડેન્ટિસ્ટ પણ છે અને દેશી શફલ નામના ડાન્સ ગ્રુપના સભ્ય પણ છે. આ વીડિયોમાં તે તેના ડાન્સિંગ પાર્ટનર્સ સાથે ટાઈમ્સ સ્ક્વેર પર ડાન્સ કરી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 22.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. ન્યૂયોર્કની સડકો પર ગુજરાતી યુવતીઓનો આ ડાન્સ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાના મિત્રો સાથે આવી જ રીતે ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.VTV સાથેની વાતચીતમાં તેણીએ જણાવ્યું હતું કે, તેનો જન્મ અમેરિકામાં જ થયો છે પરંતુ તેના બાપદાદા મૂળ ગુજરાતના વતની છે.
થોડા સમય પહેલા મૂળ ગુજરાતના અને જૈનિલ મહેતાનો ડાન્સ પણ થયો હતો વાયરલ
અમેરિકાનાં રસ્તા પર ડાંસ કરી રહ્યો છે. વીડિયોમાં તેનો ડાંસ ઘણો શાનદાર લાગી રહ્યો છે. ડાંસ કરનાર માણસે કુર્તો અને સ્કર્ટ પહેર્યું છે, જેને કારણે આ વીડિયોએ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આ માણસ કોરિયોગ્રાફર જૈનિલ મેહતા છે, જે પોતાની શાનદાર ડાન્સિંગ સ્કિલ્સથી ફેંસ અને ફોલોવર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. ગયા મહીને પોસ્ટ કરેલા વીડિયોમાં તેઓ સ્કર્ટ અને શર્ટ પહેરીને ગંગૂબાઈ કાઠિયાવાડીનાં સોંગ ઝૂમે રે ગોરી પર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધી 17 મિલિયન કરતા વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.