ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટમાં એક શખ્સ પાનની દુકાને હાથમાં દારૂની બોટલ લઇ ગ્લાસમાં દારૂ પીતો હોય તેવો વિડીયો વાયરલ થતા તાલુકા પોલીસે વિડીયો આધારે મવડીના શખસ સામે ગુનો નોંધી દારૂડિયાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક શખ્સ જાહેરમાં દારૂ પીતો હોય તેવું દેખાતું હોય
- Advertisement -
તાલુકા પીઆઈ હરીપરાએ વિડિયોની તપાસ કરવાની સૂચના આપતા જુગલભાઈ કથીરિયા સહિતે વાયરલ વિડીયો આધારે તપાસ કરતા જે પાનની દુકાન દેખાતી હતી તે મવડી ચોકડી પાસે આવેલ ખોડીયાર હોટલ હોવાનું જાણવા મળતા તુરંત ત્યાં દોડી ગયા હતા દરમિયાન વિડીયોમાં દેખાતો શખ્સ લથડીયા ખાતી હાલતમાં મળી આવતા નામઠામ પૂછતાં પોતે મવડીની પુનમ સોસાયટીમાં રહેતો હરેશ ઉર્ફે મિથુન માવજીભાઈ મુરાશીયા ઉ.58 હોવાનું જણાવતા તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનોનોંધી ધરપકડ કરી હતી.