સરકારી જમીન પચાવી પાડવી છે? તો રાજકોટમાં તમારું સ્વાગત છે…
રાજકોટને જમીન કૌભાંડોનું પાટનગર માનવામાં આવે છે. અહીં ખાનગી જમીન-મકાનો પર તો લોકો દબાણ કરે જ છે, સરકારી મિલકતોને પણ છોડતાં નથી. શહેરમાં ઠેર-ઠેર સરકારી જમીનો પર બેફામ દબાણો થઈ ચૂક્યાં છે, થઈ રહ્યાં છે. કલેક્ટર તંત્ર જાણે ઊંઘમાં પોઢી રહ્યું હોય તેવી હાલત છે, નહીંતર આટલી હદે દબાણ થઈ શકે કેવી રીતે! વધુ અહેવાલ
- Advertisement -
મનફાવે તે સરકારી જગ્યા પચાવી પાડો: કારણ કે, જિલ્લા વહિવટી તંત્ર પાસે ‘બિનખેતી’ જેવાં અનેક મહત્ત્વપૂર્ણ કામ છે!
શહેરના રેલનગર વિસ્તારમાં તો ભૂમાફિયાઓએ અને કૌભાંડકારોએ રીતસર માઝા મૂકી છે. રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં સરકારી જમીનો પર બેફામપણે મકાનો ખડકાઈ ગયા છે. મોરબી રોડ પર મનહરપુર પાસે પણ સરકારી જમીનો પર દબાણો થઈ ગયાં છે. રેલનગરમાં મધુવન પાર્ક નજીક જાઓ તો ચોતરફ સરકારી જમીનો પર ગેરકાયદે કબ્જો જોવા મળે. ઘડીક તો થાય કે, કલેક્ટર તંત્રનું કોઈ અસ્તિત્વ જ નથી. મોરબી રોડ પર તો માધાપરનાં ભૂતપૂર્વ સરપંચનું પોતાનું જ જબરદસ્ત દબાણ છે. આ તો શહેરનાં એક ખૂણાની વાત થઈ. રાજકોટની દક્ષિણે અને પૂર્વ-પશ્ર્ચિમ દિશામાં પણ સરકારી જમીન પર ભયંકર દબાણો થઈ રહ્યાં છે. સવાલ એ છે કે, આ દબાણો હટાવવામાં કોઈને રસ છે કે નહીં?