સરકારનો સ્પષ્ટ પરિપત્ર હોવા છતા નિયમોનો વારવાર ઉલાળિયો કરનાર સ્કૂલો સામે મોરચો : રોહિતસિંહ રાજપુત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
આજે બકરીઈદની સરકારી જાહેર રજા હોય ત્યારે તમામ શૈક્ષિણિક સંસ્થાઓમા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનુ હોય છે પરંતુ રાજકોટની નામાંકિત ધોળકીયા સ્કુલને જાણે સરકારના નિયમો સાથે કંઈ લેવાદેવા જ ના હોય તેમ અવારનવારની જેમ આજે પણ ધોળકિયા સ્કૂલની તમામ બ્રાન્ચો ચાલૂ રાખી હતી ત્યારે આજે આ સ્કૂલના અનેક વિદ્યાર્થીઓના અને તેઓના વાલીઓના ફરિયાદો કરી હતી કે આજે આ જ સ્કૂલમા શૈક્ષિણિક કાર્ય કેમ ચાલુ ? આજે તેઓની ફરિયાદોને આધારે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત અને તેઓની ટીમ જે જે શાળાઓ આજે ચાલુ હતી તે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા સચાલકોને રજૂઆત કરવા નિકળ્યા હતા ત્યારે બાલાજી હોલ નજીક આવેલી કે.જી.ધોળકિયા સ્કૂલ પર પહોચ્યા હતા અને સ્કૂલ સંચાલકની ચેમ્બરના વ્યવસ્થિત રજૂઆત કરતા હતા.
કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે ધોળકીયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાન્ત ધોળકીયાને રજૂઆત કરતા કહ્યુ હતુ કે જે નાના ભૂલકાઓને આપણે બિનસાંપ્રદાયિકતા અને સર્વ ધર્મ સમ ભાવ ના પાઠ ભણાવિયે છે તે બાળકોને કોઇ પણ ધાર્મિક તહેવારોની જાહેર રજાઓમા શાળાઓએ બોલાવવામા આવે ત્યારે તેઓની માનસતા પર ખરાબ અસર વર્તાય છે.શાળાઓમા તમામ ધર્મના બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે આ રીતે ધાર્મિક ભેદભાવો રાખી ક્યારેક શાળા બંધ તો ક્યારેક ચાલુ તો અમુક બાળકોની માનસતા પર ભેદભાવભરી નીતિની ગંભિર અસર વર્તાય છે.આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે ત્યારે તમામ ધાર્મિક તહેવારોમા શાળાઓ બંધ રહે એ અમારી પ્રાથમિકતા છે. બાળકોનુ શૈક્ષણિક કાર્ય બગડે તેવો અમારો બદઇરાદો નથી પરંતુ અમારા માટે ધાર્મિક-સાંપ્રદાયિકતા ભેદભાવની અસર બાળકોમાં નાનપણથી જ ના જાય અને જેનો આપણા સમાજમા કોઇ ખરાબ મેસેજ ના જવો જોઈએ તેવો છે.બાળકોમા રામનવમી,ક્રિસમસ અને ઈદ બધા તહેવારોની લાગણી સરખી રહેશે તો જ આપણો દેશ વિકસિત થશે.
આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતાઓ જ્યારે આ બાબતે સ્કૂલ સંચાલકને રજૂઆત કરતા હતા ત્યારે તાલુકા પોલીસે બળજબરીપૂર્વક કાર્યકરોની અટકાયત કરી હતી. રોહિતસિંહ રાજપૂતનો સંપર્ક કરતા જણાવ્યું હતુ કે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે આજે પાંચ કોલ કરેલ હતા પણ કોઇ પ્રત્યુતર મળ્યો ના હતો બાદમા અમારે સ્કૂલે રૂબરૂ જવુ પડ્યું હતુ પણ ખોટા સંચાલક એ પોલીસને આગળ કરી વિદ્યાર્થીઓનો અવાજ દબાવ્યો છે. અમને જિલ્લા શિક્ષણ અધિકારીનો મોડેથી ફોન આવ્યો છે અને અમે નિયમોનો ઉલાળિયો કરનાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે અને ડીઈઓ એ અમને બાંહેધરી આપી છે કે આવનાર સમયમા આ બાબતે અમે કડકાઈ દર્શાવશુ અને આજની બાબતે પણ ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરીશું. કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત સહિત જીત સોની,યશ ભીંડોરા,રોનક રવૈયા,મોહિબ સેતા સહિત કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી.