ખાસ-ખબર સંવાદદાતા
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહે ગીરનાં ચાડુંવાવ ગામની મુલાકાત લીધી.વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લીધો ભાગ.અમિત શાહે દેશની આઝાદી માટે શહીદ થયેલા ભગત સિંહને યાદ કર્યા.
ગૃહમંત્રી અમીત શાહ વેરાવળ તાલુકાના ચાંડુંવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પહોંચ્યા હતા. અમિત શાહે ગામ લોકોની જનમેદનીને સંબોધી હતી.ભારતને આઝાદી માટે લડનાર સુખનાથ તેમજ ભગત સિંહ ને યાદ કર્યા હતા અને ભારતને વધુ મજબૂત બનાવ વાનો સંકલ્પ કર્યો હતો.અમીતશાહે પોતાનાઉદ્દબોધન કહ્યું કે ભારતની જેમ જર્મની સહિતના અનેક દેશો પણ આઝાદ થયા છે અને તે ક્યા પહોચ્યા છે ! આપડો દેશ 1947 માં આઝાદ થયો છે અને 2047 માં સો વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત પણ દરેક ક્ષેત્રે અવ્વલ હોવાનો સંકલ્પ કર્યો છે.આઝાદી સમયે આપણે ટાંચણી નહોતા બનાવતા આજે ચંદ્ર પર પહોંચ્યા છીએ.વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ માત્ર સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીને આપવાનો નથી.ભારતના દરેક લોકો આત્મ નિર્ભર થાય અને શિક્ષણનો વ્યાપ વધે તથા 2047 સુધીમાં ભારત વાસ્તવમાં વિકસિત થાય તે છે.સાથે અમિત શાહે જાહેરાત કરી હતી કે આયુષમાન યોજનાની લિમિટ કરતા વધુ ખર્ચ આવે તો ગુજરાતના મુખ્યમંત્રીના રાહત ભંડોળ માંથી સહાય ચુકવવામાં આવશે.ભારતનો દરેક નાગરિક સ્વસ્થ હશે ત્યારે વિકસિત ભારત બનશે.60 કરોડ ગરીબો સમૃદ્ધ થશે ત્યારે ભારત વિકસિત બનશે તેવું દેશના ગૃહમંત્રી અમિત શાહે પોતાના ઉદબોધનમાં ગીરના ચાંડુવાવ ખાતે જણાવ્યું હતું.
ચાંડુંવાવ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં ઉપસ્થિત રહ્યા
