ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢનો કાલીયાને જોડીદાર સાથે પોલીસે જેલમાં ધરેલી દઇ આગળની કાર્યવાહી કરી હતી. શહેરમાં પંચેશ્ર્વરરોડ પર આવેલ બોર્ડીગ વાસમાં રહેતા જાગૃતિબેન અનિલભાઇ જાદવ અને જેઠાણી સાથે કરીયાણુ લેવા ગયા હતા તે વખતે સંદીપ ઉર્ફે કાલીયો સોલંકી અને જેશ વઘેરા દુકાનનો સામાન ફેંકી દુકાન બંધ કરાવતા હતા. જેથી મહિલાએ સાઇડમાં રહેવાનું કહેતા બંને શખ્સે ગાળો કાઢી ધમકી આપી 1150ની રોકડની લૂંટ ચલાવી હતી. આ દરયિમન મહિલાના સાસુ ધનીબેને પોલીસને ફોન કરતા તેનો ખાર રાખી તેનુ ગળુ દબાવી હુમલો કર્યો હતો.
બંને શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા જયા પણ કાલીયાએ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જયા પણ કાલીયાએ હોસ્પિટલના માથે લઇ હાજર પોલીસ સામે પણ દાદાગીરી કરી હતી. તપાસનીશ પીએસઆઇ પરમારે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે બંનેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.