ફૂડી લોકો જમવાને લઈને રેકૉર્ડ બનાવતા રહે છે. તેઓ રેકૉર્ડ ટાઇમમાં મોટા પ્રમાણમાં ફૂડ ખાઈને બધાને આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. બે ફ્રેન્ડ્સ મેક્સ સ્ટેનફર્ડ અને જૅક સ્કાવયર્ઝે પણ એમ જ કર્યું હતું, પંરતુ એની પાછળનો તેમનો હેતુ 120 પાઉન્ડ (11505 રૂપિયા)નું બિલ ન ભરવાનો હતો. તેમણે એ માટે એક ચૅલેન્જ સ્વીકારી હતી.
તેમણે બન્નેએ ઇંગ્લૅન્ડના ટાઉન નૉર્થએમ્પ્ટનની રેસ્ટોરાં બ્રૉન્ક્સ કિચનની એક પીત્ઝા ઇટિંગ ચૅલેન્જ સ્વીકારી હતી, જેમાં આ બન્ને ફ્રેન્ડ્સ માત્ર ૪૮ મિનિટમાં ત્રણ ફુટ બાય ત્રણ ફુટનો 12,000 કૅલરીનો પીત્ઝા ખાઈ ગયા હતા. એક કલાકની અંદર આ ચૅલેન્જ પૂરી કરતાં આ રેસ્ટોરાંનો સ્ટાફ પણ સરપ્રાઇઝ થયો હતો.
- Advertisement -
આ ઇટિંગ ચૅલેન્જમાં ચાર જણે આ પીત્ઝા 30 મિનિટમાં કમ્પ્લીટ કરવાનો હતો, પણ આ માત્ર બે જણની જોડી હોવાને કારણે તેમને એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો.
લંડનમાં રહેતા મેક્સે જણાવ્યું કે ‘જ્યારે પીત્ઝા અમારા ટેબલ પર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે અમને બન્નેને ખૂબ ચિંતા થઈ હતી. એનું વજન લગભગ 6 કિલો હતું, જે રેસ્ટોરાંના 12 રેગ્યુલર પીત્ઝા જેટલો હતો. અમે જે રીતે જમતા હતા એનાથી રેસ્ટોરાંનો સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અમે પિત્ઝાની સાથે માત્ર ડાઇટ કોક અને પાણી પીધું હતું.’