કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગનું ટ્વીટર એકાઉન્ટ રાતોરાત હેક થઇ જતા સરકાર એક્શનમાં આવી છે. હેકર્સે આમ ચેડાં કરીને જાણીતા ઉદ્યોગપતિ અલોન મસ્કનું યુઝરનેમ મૂકીને માછલીની તસવીર મૂકી છે. આ નવા એકાઉન્ટ ઘણા સમયથી પોસ્ટ પણ કરવામાં આવતી હતી.
મળતી માહિતી મુજબ, પાસવર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા છે, અને હેકિંગ સંબંધિત લિંક ઘુસાડીને છેતરપિંડી કરવામાં આવી છે. હાલમાં આ એકાઉન્ટ હેક કરનાર વ્યક્તિની શોધખોળ ચાલુ છે.
- Advertisement -
CERT એટલે કે ભારતીય કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા આની તપાસ કરી રહી છે. શક્ય તેટલી વહેલી તકે આ એકાઉન્ટ પુનઃ સ્થાપિત થાય તેવો પ્રયાસ ચાલુ છે.