મંત્ર જાપ કરતી વખતે આ નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. ધાર્મિક ગ્રંથો મુજબ મંત્રના જાપ સ્પષ્ટ ઉચ્ચારણની સાથે કરવામાં આવે છે. જાપ કરતી સમયે ખોટા ઉચ્ચારણથી માણસના જીવન પર પ્રભાવ પડે છે. આવો જાણીએ ગાયત્રી મંત્રના જાપ કરવાની સાચી વિધિ.
- Advertisement -
પીળા રંગ ધારણ કરી કરો જાપ
કહેવાય છે કે સૂર્યોદયથી થોડા સમય પહેલા જ ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરવો જોઈએ. તો બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો. આમ કરવુ શુભ માનવામાં આવ્યું છે.
- Advertisement -
ઓછામાં ઓછા 108 વખત કરો જાપ
ધાર્મિક માન્યતા છે કે ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે આગળ અને પાછળ શ્રીનો સંપુટ લગાવીને જાપ કરો. જેમાં ઓછામાં ઓછા 108 વાર જાપ કરો. આવુ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જેનો મંત્ર જાપ રૂદ્રાક્ષની માળાથી કરવામાં આવે છે. રૂદ્રાક્ષની માળાને શુભ માનવામાં આવી છે. આ સાથે એવુ પણ માનવામાં આવે છે કે આ જાપથી મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ગાયત્રી મંત્ર હંમેશા મૌન રહીને જ કરવામાં આવે છે.
બિમારીમાંથી મળે છે મુક્તિ
એવી માન્યતા છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માણસને રોગમાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે. સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. મંત્રનો જાપ કર્યા બાદ વાસણમાં ભરેલા જળનુ સેવન ફરજીયાત કરવુ. મંત્ર જાપ કરવાથી માણસને બિમારીમાંથી છૂટકારો મળે છે.