રૂપિયા 1.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.01
- Advertisement -
જૂનાગઢ શહેરમાં શનિવારની વ્હેલી સવારે ખલીલપુર રોડ પર આવેલ શુભેશ્ર્વર મહાદેવ મંદિરના દાન પેટીમાંથી રૂા.પ0 હજારની રોકડ રકમની ચોરી તથા માંગનાથ વિસ્તારમાં આવેલ ફેમે સિલેકશન નામની દુકાનના તાળા તોડી 9 હજાર રોકડ તેમજ ચાંદીના સિક્કાની ચોરી કરી હતી. તેમજ એક ટ્રેલરની દુકાનમાંથી રૂા.17 હજારની રોકડ મળી કુલ રૂા.82 હજારની ચોરી કરી હતી અને આ ત્રણ શખ્સોએ બસ સ્ટેશન પાસે આવેલ એક પાનની દુકાનમાં પણ ચોરી કર્યાનો બનાવ સામે આવતા એલસીબી, એસઓજી પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજના આધારે ગણતરીની કલાકોમાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
શહેરમાં મંદિર તથા દુકાનોને નિશાન બનાવી ચોરી કરનાર ત્રીપુટીમાં જોષીપરા શાકમાર્કેટ પાસે રહેતો હિતેષ અશોકભાઇ ગોરડ, શ્યામ જશાભાઇ ઉભડીયા અને પ્રકાશ સવજીભાઇ ભૂતીયા નામના ત્રણ યુવાનોને ઝડપીને તેની પાસેથી પપ700ની રોકડ તેમજ મોબાઇલ, બાઇક મળી કુલ રૂા.1,25,707નો મુદ્દામાલ રિકવર કરી ત્રણેય સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.