દેશ આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જે અંતર્ગત દેશભરમાં કેટલાય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
દેશ આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જે અંતર્ગત દેશભરમાં કેટલાય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ જ ક્રમમાં સાંસદોએ બુધવારે લાલકિલ્લાથી લઈને વિજય ચોક સુધી તિરંગા બાઈક રેલીનું આયોજન કર્યુ હતું. તેમાં સત્તા પક્ષ ને વિપક્ષના સાંસદો હાજર રહ્યા હતા. હાથમાં તિરંગો લઈને આ સાંસદોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રેલીમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડૂ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને પીયુષ ગોયલે લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં સાંસદો પહોંચ્યા હતા.
- Advertisement -
#WATCH | Delhi: Tiranga Bike Rally for MPs being taken out from Red Fort. The rally will end at Vijay Chowk near the Parliament pic.twitter.com/g1yzPMe1WU
— ANI (@ANI) August 3, 2022
- Advertisement -
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે કહ્યું હતું કે, સંસ્કૃતિ મંત્રાલયે બુધવારે સાંસદો માટે તિરંગા બાઈક રેલીનું આયોજન કર્યું છે. તેમણે તમામ રાજકીય દળોના સાંસદોને આ રેલીમાં સામેલ થવાનો આગ્રહ કર્યો હતો. તેમાં બુધવારના સવારે લાલ કિલ્લા પર સાંસદો એકત્ર થવાના શરૂ થયા હતા. જોશીએ એવું પણ કહ્યુ કે, આ આયોજન સંસ્કૃતિ મંત્રાલય તરફથી થઈ રહ્યું છે, ભાજપ તરફથી નહીં.
Delhi | Vice-President M Venkaiah Naidu along with Union ministers Pralhad Joshi & Piyush Goyal flags off Tiranga Bike Rally for MPs from Red Fort. The rally will culminate at Vijay Chowk pic.twitter.com/maB9RRNbWB
— ANI (@ANI) August 3, 2022
ભાજપ અધ્યક્ષે કર્યો આગ્રહ
સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ આઝાદીની 75મી વર્ષગાંઠના અવસરે નવ ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે આયોજીત થનારા કાર્યક્રમો વિશે ચર્ચા કરી હતી. તેમણે હર ઘર તિરંગા અભિયાનને ખાસ ભાર આપીને ભાજપ સાંસદોને પોત-પોતાના સંસદીય વિસ્તારમાં લોકોને તેમાં જોડવા માટે આગ્રહ કર્યો હતો. નડ્ડાએ હર ઘર તિરંગા અભિયાનને લોકપ્રિય બનાવવા માટે પાર્ટીના નેતાઓને સવારના 9 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે પ્રભાત ફેરી કાઢવા અને પાર્ટીના યુવા નેતાઓને બાઈક દ્વારા તિરંગા યાત્રા કાઢવા માટે કહ્યું હતું.