સુરેન્દ્રનગરના બુબવાણા પાસે બનેલો કરૂણ બનાવ
ગંભીર રીતે દાઝેલા છ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા
ખાસ-ખબર સંવાદદાતા
સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં વીજ શોક લાગતાં એમ.પી.ના ત્રણ મજૂરોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 6 મજૂરો દાઝી જતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાં દસાડા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મજૂરોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી.
જ્યારે ઈજાગ્રસ્ત મજૂરોને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલેન્સ મારફત સારવાર અર્થે વીરમગામ હોસ્પિટલમા ખાસેડવામાં આવ્યાં હતા ઇલેકટ્રીક શોટ લાગવાની ઘટનામાં ઉર્મિલાબેન અજયભાઈ ઉં. 25), લાડુબેન ભરમાભાઈ ઉ.50, કાજુભાઈ મોહનભાઈ ઉ.35નાં ગંભીર રીતે દાઝી જતા ઘટનાસ્થળે જ મોત થયા હતા જયારે બાલીબેન લાભુભાઈ, નરેશભાઈ મોહનભાઈ, સુરમજી નિકેતભાઈ, સુખીબેન કાળુભાઈ, રૂદ કાજુભાઈ દાઝી જતા તેમને સારવાર માટે વીરમગામ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. બનાવના પગલે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.