ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
રાજ્યમાં નવરાત્રી શરૂ થયા જ યુવા વર્ગમાં પણ એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે તેવામાં જે પ્રકારે દેશ અને રાજ્ય વિકાસના હરણફાળ ડગલાં માંડી રહ્યો છે તે પ્રકારે જ સંસ્કુરી અને પૌરાણિક આજના યુવા ધનમાંથી વુસર્તી જઈ રહી છે. ખાસ કરીને નવરાત્રીનો વધુ ઉત્સાહ ગુજરાતમાં જીવ મળે છે. ગરબા દરેક ગુજરાતી માટે ખુબજ પ્રિય છે પરંતુ ગરબા અને નવરાત્રિની ઉત્પતિ માતાજીની આરાધના અને ભક્તિ માટેની છે પરંતુ આજના યુગમાં નવરાત્રી માત્ર ગરબા ગાવાના શોખીન યુવાધન માટે માત્ર એક સામાન્ય ઉત્સાહનો પર્વ બની ચૂક્યું છે અને એમાંય મોટા શહેરોમાં થતાં પાર્ટી પ્લોટના લીધે માતાજીના નોરતા અને ગરબાનો મૂળ હેતુ ભૂલાયો છે તેવામાં ઝાલાવાડના હજુય કેટલાક શહેરો એવા પણ છે જ્યાં નવરાત્રિની વર્ષો જૂની પરંપરા આજેય અકબંધ જીવ મળે છે.
પાર્ટી પ્લોટમાં ગરબાના આ જમાનામાં શેરી ગરબા આજેય વર્ષો જૂની રૂઢિ મુજબ જીવ મળે છે. જેમાં પુરુષ અને મહિલાઓના બે વિભાગમાં દેશી ઢોલ અને બેન્જો સાથે ગાયક દ્વારા ગરબાની રમઝટ બોલાવતા નજરે પડે છે ઝાલાવાડના કેટલાક વિસ્તારોમાં નવરાત્રી નિમિતે નવ દિવસ સુધી ભવાઈ અને વેશભુષાનું પણ આયોજન કરવામાં આવે છે તો કેટલાક સ્થળો પર માટે પુરુષ ગરબા ગાઈને માતાજીની આરાધના કરે છે. તેવામાં એક તરફ પાર્ટી પ્લોટમાં હિન્દી અને બેવફાઈની ગીતો પર માતાજીના ગરબામાં યુવા ધન ડિસ્કો દાંડિયા લઇ રહ્યા છે ત્યારે આ તરફ ઝાલાવાડમાં હજુય કેટલાક વિસ્તારો છે જ્યાં વર્ષો જીની પરંપરાને ટકાવી રાખવા શેરી ગરબાનું આયોજન કરી જૂની રૂઢિને જીવંત રાખવાનો પ્રયત્ન કરાય છે.