ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતાઓ છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે.
અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાતની ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. એવું રહેવામાં આવી રહ્યું છે કે 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જે બાદ 12થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
- Advertisement -
12, 13 અને 14 જૂને ભારે વરસાદની શક્યતા
આગામી તા. 12થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. 7 જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. 13થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 7થી 11 જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે છે. તો ગુજરાતમાં 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભવાનાઓ છે. ગુજરાતમાં 15 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે.