ચોમાસામાં આપણે સિઝનલ બીમારીઓથી બચીને રહેવું પડે છે. નહીં તો બીમારીઓ અને ઈન્ફેક્શન થઈ શકે છે. આ માટે આપણે 3 મહત્વની વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ.
ચોમાસાની ઋતુ ઘણા લોકોને ખૂબ પસંદ હોય છે કારણ કે કાળઝાળ ગરમી અને ઉકળાટ પછી જ્યારે વરસાદ આવે છે ત્યારે સૌ કોઈ રાહત અનુભવે છે. ભલે આ વેધર ગમે તેટલું પ્રિય હોય, પરંતુ તે તેની સાથે ઘણી સમસ્યાઓ પણ લઈને આવે છે. તેથી જ આ બદલાતી ઋતુમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે નહીં તો ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે. આવો જાણીએ કયા કયા ઘરગથ્થુ ઉપચાર છે જે આ સમસ્યાથી બચી શકાય છે.
- Advertisement -
શરદી-ખાંસીથી બચવા માટે આ વસ્તુઓનું કરો સેવન
નાળિયેરનું તેલ
નાળિયેર તેલનો ઉપયોગ સામાન્ય રીતે વાળ અને ચહેરા માટે થાય છે. પરંતુ દક્ષિણ ભારતમાં રહેતા લોકોની જેમ તમે પણ તેનો ઉપયોગ રસોઈ તેલ તરીકે કરી શકો છો. તેમાં હેલ્ધી ફેટ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમે સવારે આ તેલની મદદથી ભોજન બનાવશો તો શરદી, ઉધરસનો ખતરો ઓછો થઈ જશે.
- Advertisement -
નવશેકું પાણી
વરસાદની ઋતુમાં ઈન્ફેક્શન અને રોગોનું જોખમ ઘણું વધી જાય છે. તેથી તમારે ઠંડા કે સામાન્ય પાણીને બદલે હૂંફાળા પાણીનું સેવન કરવું જોઈએ. આનાથી તમે ઈન્ફેક્શનથી બચી શકો છો. સાથે જ પાચનક્રિયા પણ સુધારી શકો છો.
આદુ
આદુ એક એવો મસાલો છે જે ચોક્કસપણે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેનો ઉપયોગ રેસિપીનો ટેસ્ટ વધારવા માટે થાય છે. ઘણા લોકો ચામાં મિક્ષ કર્યા વગર પણ પીતા નથી. આ મસાલામાં જીંજરોલ નામનું કંપાઉન્ડ હોય છે જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.
શરદી અને ફ્લૂ મટાડવા માટે તમે કાચું આદુ ચાવી શકો છો. તમે તેને પીસીને તેનો રસ પી શકો છો. કેટલાક લોકો આદુ અને આમળાનું એકસાથે સેવન કરે છે, જેનાથી ઘણો ફાયદો થાય છે.